Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

હાઈકોર્ટના આદેશથી મેદાંતામાં દાખલ સોનમ વાંગચુકની તબિયત લથડી, કેન્દ્રીય મંત્રીઓએ હોસ્પિટલ પહોંચીને કરી મુલાકાત

July 22, 2026

જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધનો ઉકેલ લાવવાની દિશામાં હકારાત્મક હિલચાલ શરૂ થઈ છે. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વાંગચુકની મુલાકાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ પહોંચ્યા હતા. આ બંને મંત્રીઓએ હોસ્પિટલમાં જઈને તેમની સાથે વાતચીતની પહેલ કરી છે, જેના પગલે આગામી દિવસોમાં આ આંદોલન સમેટાઈ જવાની સંભાવનાઓ ઊભી થઈ છે.

વાંગચુકની સતત બગડી રહેલી શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પત્ની ગીતાંજલિ આંગ્મોએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે આ મામલાની ગંભીરતા નોંધીને વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી તાત્કાલિક ધોરણે વધુ સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. તેમના મેડિકલ રિપોર્ટ મુજબ શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટી ગયું છે અને ટીએલસી રિપોર્ટ પણ ચિંતાજનક આવતા તેમને નિષ્ણાત ડોક્ટરોની સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશની શિક્ષણ પ્રણાલીમાં જવાબદેહી નક્કી કરવાની પ્રમુખ માંગણી સાથે સોનમ વાંગચુક ૨૮ જૂનથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર ઉતરેલા છે. નીટ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં સરકાર દ્વારા નક્કર નિર્ણયો લેવામાં આવે તેવો તેમનો આગ્રહ છે.