Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

'થોડું સાચવીને બોલો', ન્યુક્લિયર સબમરીનની ધમકી મામલે રશિયાની ટ્રમ્પને ચેતવણી

August 05, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નજીકના વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. હવે રશિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, 'ટ્રમ્પના નિવેદનો પહેલા જ અમેરિકાની સબમરીન ફરજ પર હતી.  અમારું માનવું છે કે, દરેક વ્યક્તિએ પરમાણુ સંબંધિત સાચવીને બોલવું જોઈએ.' અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાનો દંડ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'ભારત પર દંડ એટલા માટે લાદવામાં આવ્યો છે કારણ કે તે સતત રશિયા પાસેથી લશ્કરી સાધનો ખરીદી રહ્યું છે.' આ દરમિયાન ટ્રમ્પે  રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'રશિયાના નિષ્ફળ પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ હજુ પણ માને છે કે તે રશિયાના પ્રમુખ છે. તે જે બોલે છે તેનાથી સાવધાની રાખવી જોઈએ. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે.' અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપતા રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, 'ટ્રમ્પના દરેક નવા અલ્ટીમેટમથી રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધનું જોખમ વધારી શકે છે.' ત્યારબાદ ટ્રમ્પે રશિયાની નજીકના વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ આપ્યો હતી. હવે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવેની પ્રતિક્રિયા સામે આવી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે દિમિત્રી પેસ્કોવેને પૂછવામાં આવ્યું કે શું ક્રેમલિનએ પૂર્વ પ્રમુખ મેદવેદેવને ટ્રમ્પ સાથેની તેમની ઓનલાઈન વાતચીતમાં સંયમ રાખવાની સલાહ આપી હતી? ત્યારે પેસ્કોવે સીધો જવાબ આપવાનો ઇનકાર કર્યો.