વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
July 22, 2026
વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે દિલ્હી પોલીસની કાર્યવાહી સંબંધિત તાત્કાલિક અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અરજદાર તરફથી કોર્ટને દિલ્હી પોલીસની કાર્યવાહીનો વીડિયો જોવા અને આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લેવા વિનંતી કરવામાં આવી હતી. જોકે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ કહ્યું કે કોર્ટ પાસે વીડિયો જોવા માટે સમય નથી અને આ પ્રકારની રજૂઆત પર તાત્કાલિક સુનાવણી શક્ય નથી.
સુનાવણી દરમિયાન એક વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેના અનેક વીડિયો ઉપલબ્ધ છે. તેમણે કોર્ટને વીડિયો જોઈ આ મામલાની ગંભીરતા સમજવા તેમજ સ્વયં સંજ્ઞાન લઈ કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
જોકે, ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વકીલની રજૂઆત વચ્ચે જ કહ્યું કે કોર્ટને વીડિયો જોવામાં કોઈ રસ નથી, કારણ કે તેની પાસે એટલો સમય નથી. તેમણે વકીલને ટોકતાં કહ્યું કે, "અમારી પાસે વીડિયો જોવા માટે સમય નથી." સાથે જ કોર્ટનો સમય અને પોતાનો સમય બગાડવા બદલ પણ વકીલને ટકોર કરી હતી.
વકીલે વધુમાં જણાવ્યું હતું કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ નીટ પરીક્ષાનું પારદર્શક આયોજન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં સુધારાની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષા પ્રણાલીમાં જરૂરી સુધારા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ખામીઓ અને વિવાદો ફરી સર્જાય નહીં.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026