ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત
May 29, 2026
ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત નીપજ્યા છે, ત્યારે વન વિભાગ અને અનુભવી વેટરનરી ડૉક્ટરોની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીરી તેજ કરવામાં આવી છે.
ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ)ના શંકાસ્પદ પ્રકોપ અને સિંહોના સતત થઈ રહેલા મોતના પગલે વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં 4 સિંહબાળના કરુણ મોત નીપજતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આમ, એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. ગીરમાં સિંહબાળના મૃત્યુના પગલે વન વિભાગે સિંહના વેક્સીનેશનની કામગીરી હાથ ધરી છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગત આપતા કહ્યું હતું કે, પ્રાથમિક ધારણા મુજબ બાળસિંહોના આ શંકાસ્પદ મોત ‘બેબિસીયોસિસ’ નામના વાઈરસથી થયા હોવાની આશંકા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા મૃતક બાળસિંહોના સેમ્પલ લઈને તાત્કાલિક ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3 થી 4 દિવસમાં આવી જશે.
આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પણ જોડાયેલી છે. અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઈતરડી નામના જંતુથી ફેલાતા આ રોગને રોકવા માટે ગીર અને તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ‘ડીટીકિંગ’-ઈતરડી નાશક પ્રિવેન્ટિવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026