'ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે ' નિક્કી હેલીની ભારતને સલાહ
August 24, 2025
વોશિંગ્ટન : યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ અમેરિકાના ભારત વિરોધી વલણો પર હવે ભારતને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મુદ્દે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. વ્હાઈટ હાઉસ સાથે મળી બને તેટલી ઝડપે આ મામલે ઉકેલ લાવવો જોઈએ.
નિક્કી હેલીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતાં ભારતને સલાહ આપી હતી કે, વિશ્વના બે ટોચના લોકતંત્રો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલી મિત્રતા અને વિશ્વાસને વર્તમાન મતભેદો ડગમગાવી શકશે નહીં. વેપાર વિવાદ અને રશિયા પાસેથી ક્રૂડની આયાત જેવા મુદ્દાઓ પર વાર્તાલાપ જરૂરી છે. બંને દેશો વચ્ચે ભાગીદારી મહત્ત્વની છે. ચીનનો સામનો કરવા માટે અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે. નિક્કી હેલીએ અગાઉ પણ ભારતને ચીમકી આપી હતી. ભારત-અમેરિકાના સંબંધ એક નાજુક મોડ પર છે. તેમણે ન્યૂઝવીકમાં એક લેખ મારફત ભારતને કહ્યું હતું કે, ધ્યાન રાખજો! બંને દેશોના સંબંધોમાં રશિયન ક્રૂડ અને ટેરિફ વિવાદ સ્થાયી તિરાડનું કારણ બને નહીં. ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે 1 ઓગસ્ટના રોજ ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. તેમજ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મામલે પેનલ્ટી પણ લાદી હતી. તેના થોડા સમય બાદ રશિયા સાથે વેપાર ચાલુ રાખવાનો વિરોધ કરતાં ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. જે 27 ઓગસ્ટના રોજથી લાગુ થશે. હેલીએ જણાવ્યા પ્રમાણે, ભારતનો વિકાસ ચીનના આર્થિક વિસ્તરણ પર અસર કરી શકે છે. જેમ જેમ ભારત મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી આવશે, તેમ ચીનની મહત્ત્વાકાંક્ષા નબળી પડશે. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીને સીધી વાતચીત કરવા અપીલ કરતાં હેલીએ કહ્યું હતું કે, જો સમયસર પગલાં લેવામાં ન આવ્યા તો બેઈજિંગ આ તિરાડનો ફાયદો ઉઠાવી શકે છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર : રિપોર્ટ
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓ...
Mar 28, 2026
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧ ફુટ ઊંચી ગોલ્ડન મૂર્તિનું અનાવરણ
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમા...
Mar 28, 2026
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભય...
Mar 28, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને ન...
Mar 27, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભાર...
Mar 27, 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ...
Mar 26, 2026
Trending NEWS
28 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026