ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો 295 રને શાનદાર વિજય, બુમરાહ મેન ઓફ ધી મેચ
November 25, 2024
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો પર્થમાં રમાયો હતો. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ તેની બીજી ઈનિંગમાં બેટિંગમાં ઊતરી હતી. ટીમ ઈન્ડિયાના પહાડ જેવા લક્ષ્ય 534 રન સામે કાંગારૂ બેટર લાચાર દેખાયા હતા અને ટીમ ઇન્ડિયાએ પહેલી ટેસ્ટ જીતીને જ પોતાની તાકાત બતાવી દીધી હતી. આ સાથે ફરી એકવાર WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર-1 બની ગયું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 150 રન બનાવ્યાં હતા જેની સામે ઓસ્ટ્રેલિયન ટીમ 104 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કોહલીની સદીના સહારે ટીમ ઈન્ડિયાએ 487 રનનો વિશાળ સ્કોર બનાવીને અગાઉની 46 રનની લીડ ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે કાંગારૂઓની ટીમ 238 રન બનાવ્યા. બંને ઈનિંગ્સમાં મળીને કુલ 8 વિકેટો ઝડપનારા જસપ્રીત બુમરાહને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં 295 રને વિજય મેળવ્યો. આ વિજય ઘણી બધી રીતે ઐતિહાસિક અને ખાસ છે. કારણ કે આ ટેસ્ટમાં ભારત ટીમના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલની ગેરહાજરીમાં રમ્યું હતું. ઉપરાંત પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અગાઉ ક્યારેય મેચ હાર્યું નહોતું. આ મેચ જીતતાંની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર વન બની ગયું છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026