આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
April 12, 2026
મુંબઈ- હિન્દી સિનેમાજગતથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સંગીતની દુનિયાના તેજસ્વી સિતારા અને કરોડો લોકોના પ્રિય ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે. તેમને ગઈકાલે(11 એપ્રિલ) કાર્ડિયાક અરેસ્ટ આવતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમના પુત્ર આનંદ ભોસલેએ આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના પુત્ર આનંદ ભોસલેએ કહ્યું કે, મારા માતા આશા ભોસલેનું આજે નિધન થઈ ગયું છે. લોકો આવતીકાલ સવારે 11 વાગ્યે લોઅર પરેલ સ્થિત કાસા ગ્રાંડેમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે. કાલે ચાર વાગ્યે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે. તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી.
આશા ભોસલેના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 'X' પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, 'આશા ભોસલે જીના નિધનથી સંગીત જગતમાં એક ઊંડો શૂન્યાવકાશ સર્જાયો છે. એક પ્રતિષ્ઠિત ગાયિકા તરીકે તેમની શાનદાર કારકિર્દીએ ભારતમાં સંગીતના એક યુગને વ્યાખ્યાયિત કર્યો છે. મને તેમની સાથે થયેલી વ્યક્તિગત મુલાકાતોની સુખદ યાદો છે. તેમણે એક કલાકાર અને એક વ્યક્તિ તરીકે પોતાનું જીવન પોતાની રીતે જીવ્યું. પોતાની મધુર અને સદાબહાર અવાજથી તેમણે દાયકાઓ સુધી ભારતીય સંગીતને સમૃદ્ધ કર્યું. તેમનું સંગીત અમર રહેશે.
Related Articles
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂ...
Aug 22, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026