નવા શિક્ષણ સચિવ મોટા વિવાદમાં ! ખુરશી સંભાળતાં જ સબસિડી કાંડમાં ફસાયા
July 24, 2026
એક તરફ શિક્ષણ મંત્રાલય પેપર લીકના આક્ષેપોથી ઘેરાયેલું છે અને ભારે દબાણનો સામનો કરી રહ્યું છે. વિદ્યાર્થી સંગઠનો અને 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શનો સતત વધી રહ્યા છે, જ્યારે ઉગ્ર થયેલા વિદ્યાર્થીઓ સીધા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે.
બીજી તરફ, નવા ઉચ્ચ શિક્ષણ સચિવ નરેશ પાલ ગંગવારે પદભાર સંભાળે તે પહેલા જ તેમની નિમણૂકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમના પર આરોપ છે કે રાષ્ટ્રીય બાગાયત બોર્ડમાં હતા ત્યારે તેમણે પોતાના પરિવારના સભ્યોના નામે સબસીડી લીધી હતી. મીડિયા અહેવાલ મુજબ, ગંગવારના પરિવારજનોના નામે કાકડીના ઉત્પાદન માટે 'સંરક્ષિત ખેતી યોજના' હેઠળ 1.16 કરોડ રૂપિયાની સબસીડી મંજૂર કરવામાં આવી હતી.
આ કથિત ફાયદા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ અધિકૃત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. તેમ છતાં, ગંગવારને શિક્ષણ સચિવ બનાવવાની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર આ બાબતે વિવિધ ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે.
Related Articles
ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત
ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક...
Jul 24, 2026
મોદી કેબિનેટમાંથી રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું, રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી કર્યું મંજૂર
મોદી કેબિનેટમાંથી રવનીત સિંહ બિટ્ટુનું ર...
Jul 24, 2026
સોનમ વાંગચૂકે 27મા દિવસે ભૂખ હડતાળ સમાપ્ત કરી
સોનમ વાંગચૂકે 27મા દિવસે ભૂખ હડતાળ સમાપ્...
Jul 24, 2026
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
Trending NEWS
23 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026