Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ન્યૂયોર્કના બારમાં ફાયરિંગ, બે હુમલા ખોર સહિત ત્રણના મોત

August 19, 2025

અમેરિકામાં રવિવારે અને સોમવારે બે અલગ અલગ જગ્યાઓ પર ગોળીબારીની ઘટના ઘટવા પામી છે. ન્યૂયોર્ક સિટી અને વેસ્ટ વર્જીનિયામાં થયેલી આ ઘટના 5 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તો ન્યૂયોર્ક સિટીમાં બનેલી આ ઘટનામાં બે ફરાર બદમાશોની શોધખોળ કરવામાં આવી રહી છે.

ન્યૂયોર્ક ના બ્રુકલિન વિસ્તારની ટેસ્ટ ઓફ ધ સિટી લોન્જ બારમાં રવિવારે સવારે થયેલા ફાયરિંગમાં 3 લોકોના મોત નીપજ્યા છે.જેમાં બે હુમલાખોર સામેલ હતા. પોલીસે જણાવ્યુ કે, 35 વર્ષી જેમેલ ચાઇલ્ડ્સ અને 19 વર્ષીય માર્વિન સેન્ટ લુઇસ વચ્ચે વિવાદ થયો અને થોડાક સમય બાદ બંનેએ એકબીજા પર ગોળી ચલાવી. બંનેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. ત્રીજો જે વ્યક્તિ મોતને ભેટ્યો તે 27 વર્ષીય અમાદૂ ડાયલો હતો. જેને પોલીસે ત્યાંનો સ્થાનિક બતાવ્યો છે.