ખેડામાં નર્મદા કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધખોળ શરૂ

June 22, 2025

ખેડા- ખેડાના ગળતેશ્વર નજીક 3 યુવકો નર્મદા કેનાલમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવકો સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન નજીક નર્મદા કેનાલમાં નહાવા પડ્યા હતા, આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે યુવકોની શોધખોળ શરૂ છે.