કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 5 ઈજાગ્રસ્ત, હુમલાખોરની શોધખોળ શરૂ
June 04, 2025
ટોરોન્ટો : કેનેડાના ટોરોન્ટોના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ભીષણ ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 5 ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ગોળીબાર નોર્થ યોર્કના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં થયો હતો. ટોરોન્ટો પોલીસે પુષ્ટિ આપી છે કે ગોળીઓથી ઘાયલ થયેલા ઓછામાં ઓછા પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેઓ હવે ખતરાથી બહાર છે.
ટોરોન્ટો પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ફ્લેમિંગ્ટન રોડ અને ઝાચેરી કોર્ટ નજીક મંગળવારે રાત્રે 8:40 વાગ્યે ગોળીબારના સમાચાર મળતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હુમલાખોરની શોધખોળ હજુ પણ ચાલુ છે.
ટોરોન્ટો પેરામેડિક્સના જણાવ્યા અનુસાર, પીડિતોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે. ટોરોન્ટો પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં પાંચ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તે ખતરાથી બહાર છે. ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'આજે સાંજે લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ગોળીબારના સમાચારથી હું દુઃખી છું. મારી ઓફિસ ટોરોન્ટો પોલીસના સંપર્કમાં છે, જે હાલમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.'
Related Articles
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026