Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

યુક્રેને ફરી આપ્યો રશિયાને ઝટકો, એક જ ઝાટકે ઉડાવી નાખ્યું રશિયન તોપખાનું

August 17, 2025

રશિયન સેનાએ ફરી એકવાર ઉત્તરીય સ્લોબોઝાંસ્કે મોરચા પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીની આર્મીએ ફરી રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનની આર્મીને મોટો ઝટકો આપ્યો છે. આ વખતે રશિયન સેના ટ્રકમાં તોપ લઈ જઈ એક પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, યુક્રેનિયન 'શાર્ક' ડ્રોને રશિયન કાફલાને તુરંત શોધી કાઢી ટ્રકનો ખાતમો બોલાવી દીધો છે. 


મીડિયા રિપોર્ટ મુજબ ટ્રકમાં રશિયન સેના તોપખાનું કુર્સ્ક વિસ્તારમાં આવેલી સૈયમ નદી પાર કરી રહી હતી, ત્યારે અચાનક યુક્રેનના શાર્ક ડ્રોને હુમલો કરી તેને નષ્ટ કરી નાખ્યો છે. બ્રિગેડની પ્રેસ સર્વિસ મુજબ, આ હુમલો 47મી સેપરેટ મિકેનાઇઝ્ડ બ્રિગેડ માગુરા અને એક પાડોશી યુક્રેનિયન યુનિટના સહયોગથી કરવામાં આવ્યો હતો. આ હુમલાનો એક વિડીયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, રશિયન સેનાનું એક હથિયાર ભરેલું ટ્રક પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનનું ડ્રોન અચાનક હુમલો કરે છે, જેમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ રશિયન ટ્રકના ફુરચા ઉડી જતા જોવા મળી રહ્યા છે. આમ તૂટેલા પુલ પર ભારે વાહન લઈ જવું રશિયન સૈનિકોને ભારે પડ્યું અને યુક્રેનિયન સેનાએ સચોટ હુમલા કરીને ટ્રકને નષ્ટ કરી દીધો.