યુક્રેનનું ભવિષ્ય ટ્રમ્પના હાથમાં! રશિયા અને અમેરિકાની હાઈલેવલ બેઠક પહેલા ઝેલેન્સ્કીનું ટેન્શન વધ્યું
August 10, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રમુખ પુતિન વચ્ચે 15 ઓગસ્ટના રોજ બેઠક યોજાવાની છે. આ બેઠક અલાસ્કામાં યોજાવાની છે. આ બેઠકમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા પર વાત થશે. અમેરિકા આ બેઠકમાં યુક્રેનને સામેલ કરવાની વિચારણા કરી રહ્યું છે. જોકે, આ મુલાકાત પહેલાં જ એક કથિત શાંતિ યોજના મુદ્દે વિવાદ સર્જાયો હતો.
કીવ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, શાંતિ યોજનામાં યુક્રેનના અમુક વિસ્તારો રશિયાને સોંપવાના બદલામાં યુદ્ધ ખતમ કરવાની જોગવાઈ છે. રશિયા ઈચ્છે છે કે, યુક્રેન પોતાની બે મોટી જમીન ડોનેટ્સ્ક અને લુહાંસ્ક ખાલી કરે. બદલામાં રશિયા ખારકીવ અને સુમી જેવા નાના વિસ્તારોમાંથી પોતાની સેના પાછી ખેંચી લેશે. પુતિને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ વિશે પણ જણાવ્યું હતું. આ પ્રસ્તાવને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ફગાવી દીધો હતો.
રશિયા જાપોરિઝિયા અને ખેરસોનમાં ચાલુ યુદ્ધને રોકી શકે છે. પરંતુ આ યુદ્ધમાં 70 ટકાથી વધુ જમીન પર કબજો મેળવી લીધો હોવાથી તે કબજો પોતાની પાસે જ રાખવા માગે છે. રશિયાની આ શરત પર યુક્રેનના એક અધિકારીએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમારી સેનાને પોતાની જમીન છોડવાનો આદેશ કોણ આપશે. રશિયા વિશ્વને જણાવવા માગે છે કે, યુક્રેન ટ્રમ્પની આકર્ષક યોજનાને ફગાવી રહી રહ્યું છે. આ પગલાં સાથે રશિયા વિશ્વને ગેરમાર્ગે દોરવા માગે છે. રશિયા જમીનના બદલામાં શાંતિ ઈચ્છે છે. જે તેનો રાજકીય દાવ છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026