ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી: 6 જિલ્લામાં યલો ઍલર્ટ, લખતરમાં વરસાદી ઝાપટાં
February 24, 2026
અમદાવાદ : ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં કુદરતનો અજીબોગરીબ મિજાજ જોવા મળી રહ્યો છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરતાં રાજ્યભરમાં ત્રણ ઋતુનો માહોલ સર્જાયો છે. સોમવારે (23મી ફેબ્રુઆરી) અમદાવાદ, ભરૂચ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ મંગળવારે (24મી ફેબ્રુઆરી) પણ હવામાન વિભાગે છ જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ નોંધનીય છેકે, સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ગત મોડીરાત્રે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે કડુ, ઓળક, માલિકા, તરમણીયા અને કળમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરતા સાવચેતીના ભાગરૂપે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે રાજ્યના અનેક ભાગોમાં તેજ પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા. દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત અને નર્મદામાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ: સૌરાષ્ટ્રના અમરેલી સહિતના ભાગો અને કચ્છમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે.
અમદાવાદમાં સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે, ગોતા અને ચાંદલોડિયામાં દિવસ દરમિયાન ઝાપટાં પડ્યા હતા. જ્યારે રાત્રિના સમયે પ્રહલાદનગર, સરખેજ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઠંડા પવન અને ભારે ભેજને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેનાથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026