ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી
March 18, 2026
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસરથી ખાસ કરીને 18 અને 19 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે. જેમાં 18 માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે 19 માર્ચે આ સિસ્ટમ વધુ મજબૂત બનતા સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, અત્યારે મુખ્યત્ત્વે બે સિસ્ટમ સક્રિય છે. જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના કારણે આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના છે.
18 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા તથા કચ્છના છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. 19 માર્ચે તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 20 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિત કચ્છમાં માવઠું પડી શકે છે. આ દિવસોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે 'યલો વોર્નિંગ' જાહેર કરી છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ત્યારબાદ ફરી 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. અમદાવાદમાં આકાશ મુખ્યત્ત્વે ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાઈ શકે છે, જ્યારે હાલમાં રાજકોટમાં સૌથી વધુ 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે જે સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધારે છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026