વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું
April 06, 2026
સામાન્ય રીતે જ્યારે વિશ્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા હોય છે, પરંતુ અત્યારે ઉલટી ગંગા વહી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ હોવા છતાં, ભારતીય વાયદા બજાર (MCX) ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ચાંદીમાં ₹2800 થી વધુનો ઘટાડો
સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું હતું. ગત સપ્તાહે ચાંદી ₹2,32,495 પર બંધ થઈ હતી, જે આજે ઘટીને ₹2,29,651 પર ખૂલી હતી. આમ, ચાંદી એક જ દિવસમાં ₹2,844 પ્રતિ કિલો સસ્તી થઈ છે. નોંધનીય છે કે ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી હવે લગભગ ₹2.09 લાખ જેટલી સસ્તી મળી રહી છે.
સોનાની વાત કરીએ તો, 10 ગ્રામ સોનાનો ભાવ પણ ₹1,382 જેટલો ઘટી ગયો છે. ગત સપ્તાહે સોનું ₹1,49,680 પર બંધ રહ્યું હતું, જે આજે ઘટીને ₹1,48,298 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. સોનું તેના ઉચ્ચતમ સ્તરથી અત્યારે ₹54,686 જેટલું સસ્તું થયું છે.
યુદ્ધ છતાં ભાવ કેમ ઘટ્યા?
વૈશ્વિક તણાવ અને ટ્રમ્પની ઈરાનને મળેલી ધમકીઓ છતાં ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણો:
ડોલરની મજબૂતી: વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલર વધુ મજબૂત બની રહ્યો છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડે છે.
કેશની માંગ: અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે હાથમાં રોકડ (Cash) રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ક્રૂડ ઓઈલની અસર: કાચા તેલના ભાવ $110 ને પાર કરી જતાં મોંઘવારીનો ભય વધ્યો છે, જેના દબાણ હેઠળ કિંમતી ધાતુઓ દબાયેલી છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026