ફેક ઈ-ચલણની લિંક મોકલી વડોદરાની મહિલા એન્જિનિયર સાથે ઠગાઈ
November 08, 2026
વડોદરા : ન્યુ સમા રોડ પર આવેલા શ્રી રેસિડેન્સી ખાતે રહેતા અને ગોરવા વિસ્તારની એલેમ્બિક સીટીમાં આવેલી બેક્ટેલ કંપનીના સીનિયર એન્જિનિયરે સાબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 26 ઓક્ટોબર 2026 ના રોજ હું મારી ઓફિસે હતી, ત્યારે સવારના 11:09 વાગ્યાથી બપોરના 2:19 વાગ્યા દરમિયાન મારા મોબાઇલ પર 'AX-VAAHAN-S' સબસ્ક્રાઇબર ID પરથી ત્રણ અલગ-અલગ SMS આવ્યા હતા. જેમાં મારા વાહન નંબર GJ-06-RC-3894 પર નિયમોના ભંગ બદલ ઇ-ચલણ ફાળવવામાં આવ્યું હોવાનું અને લાઇસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ સાથે રકમ ભરવા અથવા RTO તથા કોર્ટમાં ખુલાસો કરવા માટે વેબલિંક મોકલવામાં આવી હતી. તે સમયે હું કામમાં વ્યસ્ત હોવાથી મેં લિંક પર ક્લિક કર્યું નહોતું.
ત્યારબાદ 31 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે મેં આ મેસેજ જોઈને તેમાં આપેલી વેબલિંક પર ક્લિક કર્યું હતું. લિંક ખોલતાં જ મારા ફોનમાં "Mparivahan_NextGen.apk" નામની એક APK ફાઇલ ડાઉનલોડ થઈ હતી, જે મેં ઇન્સ્ટોલ કરીને જરૂરી તમામ પર્મિશન આપી દીધી હતી. સવારે આશરે 3:54 વાગ્યે મારા કેનેરા બેંક એકાઉન્ટનો UPI PIN જનરેટ કરવાનો OTP આવ્યો અને 03:59 વાગ્યે ખાતામાંથી 1 કપાઈ ગયો. ત્યારબાદ તુરંત જ બેંકિંગ વ્યવહારો અને OTP અંગેના આશરે 108 જેટલા SMS નો મારો ચાલ્યો હતો.
ગત 4 નવેમ્બર 2026 ના રોજ મારા ICICI બેંક અને HDFC બેંકના ખાતામાંથી મારી જાણ બહાર ટ્રાન્ઝેક્શન્સ શરૂ થઈ ગયા હતા. બેંક તરફથી કન્ફર્મેશન માટે 5 વખત ફોન આવ્યા હતા, પરંતુ હું મીટિંગમાં હોવાથી ફોન ઉપાડી શકી નહોતી. બાદમાં બેંક તપાસ કરતા જાણવા મળ્યું કે મારા ICICI બચત ખાતામાંથી 1,19,000, 1,62,362 અને 96,950 તેમજ HDFC બચત ખાતામાંથી 70,000 અને 10,000 મળીને કુલ 4,58,312/- ની રકમ મારી જાણ બહાર અનધિકૃત રીતે UPI દ્વારા ટ્રાન્સફર કરી લેવાઈ હતી.
Related Articles
ગંગોત્રી હાઈવે પર નદીમાં ખાબકી કાર, 4 ગુજરાતીઓના મોત
ગંગોત્રી હાઈવે પર નદીમાં ખાબકી કાર, 4 ગુ...
Nov 05, 2026
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયા...
Nov 02, 2026
સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી
સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વં...
Nov 02, 2026
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શાહની પુષ્પાંજલિ; કોંગ્રેસ પર વારસો ભૂંસવાના પ્રયાસનો આરોપ
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શા...
Oct 31, 2026
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘો...
Oct 27, 2026
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગ...
Oct 26, 2026
Trending NEWS
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026
03 November, 2026