વિક્કી કૌશલે 3 કરોડ રૂપિયાની લકઝરી કાર ખરીદી

December 06, 2025

મુંબઇ : વિક્કી કૌશલે પોતાની કારના કાફલામાં વધુ એક લકઝરીકારનો ઉમેરો કર્યો છે. અભિનેતાએ હાલમાં ૩ કરોડ રૂપિયાની લેકસ્સ એલએમ૩૫૦એચ અલ્ટ્રા લકઝરી એમપીવી ખરીદી છે. વિક્કીએ પિતા બન્યા પછી પોતાની પુત્રીની સુવિધા માટે આ લકઝરી કાર ખરીદી હોવાનું કહેવાય છે. આ કારમાં તે પોતાના પરિવાર સાથે લાંબી યાત્રાને લકઝરી રીતે વધુ સરળ કરી શકે તે હેતુથી અભિનેતાએ પોતાના માટે આ કાર ખરીદી હોવાનું કહેવાય છે. વિક્કી બોલીવૂડના સફળ અભિનેતા તરીકે  સ્થાપિત થઇ ગયો છે. તેની ફિલ્મો રૂપેરી પડદે હિટ થતી જાય છે.