'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
December 01, 2025
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનને એક સપ્તાહ વીતી ગયો છે અને સિનેમા જગત આ મોટી ખોટથી દુઃખી છે. તેમના ચાહકોએ વાતથી દુઃખી છે કે, અભિનેતાના અંતિમ સંસ્કાર ઉતાવળમાં કરવામાં આવ્યા, જેના કારણે તેમને છેલ્લી વિદાય આપવાનો મોકો ન મળ્યો. આ મામલે, હવે ધર્મેન્દ્રનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ યુએઈના ફિલ્મમેકર હમાદ અલ રેયામી સાથેની મુલાકાત દરમિયાન આનું કારણ જાહેર કર્યું છે. હમાદે હેમા માલિનીને મળીને આ મુલાકાત અંગે અરેબિક ભાષામાં એક અત્યંત ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી છે. ફિલ્મમેકર હમાદ અલ રેયામીએ અરેબિક ભાષામાં હેમા માલિની સાથેનો ફોટો શેર કરીને લખ્યું, 'શોકના ત્રીજા દિવસે હું સુપરસ્ટાર ધર્મેન્દ્રનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીને મળવા ગયો. આ પહેલીવાર હતું જ્યારે હું તેમને રૂબરૂ મળ્યો, જોકે મેં તેમને પહેલા પણ ઘણી વખત દૂરથી જોયા હતા. પરંતુ આ વખતે કંઈક અલગ હતું. એક પીડાદાયક, હૃદય તોડી નાખે તેવો પ્રસંગ, એક એવું દુઃખ જે હું ગમે તેટલી કોશિશ કરું તો પણ લગભગ સમજની બહાર છે. હું તેમની સાથે બેઠો અને હું તેમના ચહેરા પર એક આંતરિક ઉથલપાથલ જોઈ શકતો હતો જેને તેઓ પૂરી રીતે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.' ધ્રૂજતા અવાજે તેમણે મને કહ્યું કે, 'હું ધર્મેન્દ્રને હંમેશા કહેતી હતી કે, તમે તમારી સુંદર કવિતાઓ અને લેખો કેમ પ્રકાશિત નથી કરતા? અને તેઓ જવાબ આપતા કે, હજી નહીં... પહેલા મને થોડી કવિતાઓ પૂરી કરવા દો.' ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ જણાવતા અભિનેત્રીએ કહ્યું કે, 'મને દુઃખ અને અફસોસ છે કે ધરમજીના ચાહકોને તેમને છેલ્લી વાર જોવાનો મોકો ન મળ્યો. પરંતુ ધર્મેન્દ્ર જીવનભર નહોતા ઈચ્છતા કે કોઈ તેમને નબળી કે બીમાર હાલતમાં જુએ. તેમણે પોતાનું દર્દ નજીકના સગાં-સંબંધીઓથી પણ છુપાવ્યું હતું અને કોઈ વ્યક્તિના જવાથી, નિર્ણય પરિવારનો રહે છે. પરંતુ જે થયું તે ભગવાનની કૃપા હતી. કારણ કે, તમે ધર્મન્દ્રને તે હાલતમાં જોઈ ન શકતા. તેમના છેલ્લા દિવસોમાં તેમની હાલત ખૂબ જ ગંભીર અને પીડાદાયક હતી અને અમે પણ તેમને તે હાલતમાં જોઈને માંડ સહન કરી શકતા હતા. ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય પરિવારનો હતો, જેથી તેમની ગરિમા જળવાઈ રહે અને તેમની પીડાદાયક અંતિમ હાલત કોઈ જોઈ ન શકે.'
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
બળાત્કાર, છેતરપિંડીમાં છ મહિનાથી ફરાર આપના ધારાસભ્...
25 March, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ...
25 March, 2026
IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમ...
24 March, 2026
13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને...
24 March, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ...
24 March, 2026
IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત...
24 March, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઈરાનનો ટોલ,...
24 March, 2026
બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, 22 કામદારો અ...
24 March, 2026
હું અને નવા આયતુલ્લા સાથે મળીને હોર્મુઝ ચલાવીશું'...
24 March, 2026
ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, તેણે પોતાનું વલણ નરમ ર...
24 March, 2026