અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો
February 06, 2026
મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોહિત પવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. બારામતીમાં મીડિયા સાથે વાતચીત કરતા રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, પક્ષના તમામ ધારાસભ્યો, કાર્યકરો અને આખો પવાર પરિવાર ઈચ્છે છે કે સુનેત્રા પવાર જ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે.
અજિત પવાર ઈચ્છતા હતા કે એનસીપીનો વિલય થઈ જાય અને એના માટે એમણે તૈયારીઓ પણ કરી લીધી હતી. એવામાં પક્ષના વિલય અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા તેમણે જણાવ્યું કે, અજિત પવારના નિધન બાદ હાલ પરિવાર શોકમાં છે, તેથી અત્યાર સુધી વિલય અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. પરંતુ, 13 દિવસનો શોક સમયગાળો પૂર્ણ થયા બાદ, એટલે કે 9 ફેબ્રુઆરી પછી, સુનેત્રા કાકી પોતે આ મુદ્દે જાહેરમાં પોતાની વાત રજૂ કરશે. રોહિત પવારે અજિત પવારના આકસ્મિક નિધન પાછળના કારણો અંગે પણ ગંભીર સંકેતો આપ્યા છે. જે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત થયું, તેને લઈને રોહિત પવારે જણાવ્યું કે તેમની પાસે કેટલીક આંતરિક માહિતી છે અને તેઓ DGCA પાસેથી વધુ વિગતો માંગી રહ્યા છે.
9 ફેબ્રુઆરી પછી તેઓ સ્પષ્ટ કરશે કે વિમાનની અંદર વાસ્તવમાં શું બન્યું હતું. તેમણે આ મુદ્દે કોઈ ષડયંત્ર કે તોડફોડની આશંકાઓને નકારી નથી અને સત્ય સામે લાવવાની ખાતરી આપી છે. આ સાથે જ તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે કેટલાક વરિષ્ઠ નેતાઓ અજિત પવારની અંતિમ ઈચ્છાને સમજવાને બદલે આ ગંભીર પરિસ્થિતિને રાજકીય રંગ આપી રહ્યા છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર : રિપોર્ટ
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓ...
Mar 28, 2026
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧ ફુટ ઊંચી ગોલ્ડન મૂર્તિનું અનાવરણ
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમા...
Mar 28, 2026
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભય...
Mar 28, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને ન...
Mar 27, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભાર...
Mar 27, 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ...
Mar 26, 2026
Trending NEWS
28 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026