ભારતને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપશે અમેરિકા? વેપાર સમજૂતી માટે દિલ્હી આવી રહ્યા છે અધિકારીઓ
March 25, 2025
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ (ટિટ ફોર ટેટ) લગાવવાનું એલાન કરી ચૂક્યા છે. આ પાછળ ટ્રમ્પનો ઈરાદો એવા દેશોની પ્રોડક્ટ પર ટેરિફ લગાવવાનો છે જેઓ અમેરિકન પ્રોડક્ટ પર ભારે ટેરિફ લગાવે છે. આ વચ્ચે હવે ભારત સરકાર અમેરિકા દ્વારા લગાવવામાં આવી રહેલા રેસિપ્રોકલક ટેરિફમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે અમેરિકન અધિકારીઓનું એક ગ્રુપ આજે ભારત આવી રહ્યું છે. આ વાતચીતનો હેતુ દ્વિપક્ષીય વેપાર કરાર (bilateral trade agreement) પર વાટાઘાટો કરવાનો છે. અમેરિકાથી ભારત આવી રહેલા ગ્રુપમાં અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ અને તેમની સાથે અમેરિકન અધિકારીઓની ટીમ 25 થી 29 માર્ચ સુધી ભારતના પ્રવાસે રહેશે. અમેરિકન દૂતાવાસ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર આ દરમિયાન અમેરિકન અધિકારીઓ સમક્ષ એ રજૂઆત કરશે કે ભારતને અમેરિકા દ્વારા લાદવામાં આવતા રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત આપવામાં આવે. આ ટેરિફ 2 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે એક બાયલિટરલ ટ્રેડ ડીલની રૂપરેખા પર ચર્ચા થશે. ત્યારબાદ આ કરાર પર ઔપચારિક વાટાઘાટો શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બ્રેન્ડન લિંચ ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે પણ મુલાકાત કરી શકે છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, 'અમે અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે વધુ સારી ચર્ચાની આશા રાખીએ છીએ અને તેનાથી કંઈક હાંસલ થશે. આનાથી આપણા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ શકે છે.'
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
05 May, 2026