મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુર મંદિરમાંથી 114 મુસ્લિમ કર્મચારીઓને નોકરી પરથી હટાવ્યાં
June 14, 2025
મહારાષ્ટ્રના અહમદનગર (હવે અહિલ્યાનગર) જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના ટ્રસ્ટ 'શ્રી શનિશ્ચર દેવસ્થાન' એ તાજેતરમાં જ શિસ્તભંગના કારણોસર 167 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓમાંથી 114 એટલે કે લગભગ 68% મુસ્લિમ છે. જોકે, ટ્રસ્ટે પોતાના સત્તાવાર નિવેદનમાં ધાર્મિક આધાર પર ભેદભાવનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું કે આ પગલું કર્મચારીઓનું ખરાબ પ્રદર્શન અને લાંબા સમયથી ગેરહાજર રહેવાના કારણે લેવામાં ઉઠાવવામાં આવ્યું છે. આ છટણી બે તબક્કામાં કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 8 જૂનના રોજ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજા તબક્કો 13 જૂનના રોજ પૂર્ણ થયો. આ કર્મચારીઓ છેલ્લા 2થી 10 વર્ષોથી મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. આ કાર્યવાહી પહેલા 'સકલ હિન્દુ સમાજ' નામના સંગઠને 14 જૂનના રોજ પ્રદર્શનની ચેતવણી આપી હતી. સંગઠને મંદિર પરિસરમાં ગેર-હિન્દુ કર્મચારીઓને હટાવવાની માગ કરી હતી. તમને જણાવી દઈએ કે, મે મહિનાના એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પેઈન્ટિંગનું કામ કરતો દેખાઈ રહ્યો છે. એવું કહેવાય છે કે, તે હિન્દુ નથી. દેવસ્થાનના CEO ગોરક્ષનાથ દરાંદલેએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, 'આ કાર્યવાહીમાં કોઈ પ્રકારનો ધાર્મિક ભેદભાવ કરવામાં નથી આવ્યો. આ સંપૂર્ણપણે શિસ્તબદ્ધ પગલું હતું. ટ્રસ્ટમાં 2,400થી વધુ કર્મચારીઓ છે, તેમાંથી ઘણા લોકો નિયમિત રીતે કામ પર નહોતા આવતા. પહેલા તેમનો પગાર રોકી દેવામાં આવ્યો હતો અને કારણ બતાવો નોટિસ પણ પાઠવવામાં આવી હતી.'
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026