પર્યાવરણને નુકસાન કરનારા દેશો સામે હવે કેસ કરી શકાશે, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે ICJનું અનોખું વલણ
July 30, 2025
ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) દ્વારા તાજેતરમાં એક મહત્ત્વનો નિર્ણય કરાયો છે. મોટા દેશો દ્વારા જે રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે ICJએ મોટી જાહેરાત કરી છે. તેમાં જણાવાયું છે કે, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે કામગીરી કરવામાં નિષ્ફળ રહેલા મોટા દેશો સામે નાના દેશઓ દ્વારા કેસ કરી શકાશે. અમેરિકા, ચીન જેવા પ્રદૂષણ ફેલાવનારા મોટા દેશો સામે હવે આઇસીજેમાં નાના દેશો ફરિયાદ કરી શકશે અને તેના મુદ્દે કેસ પણ ચાલશે. હાલમાં જળવાયુ સંકટ હવે વધારે તીવ્ર બની રહ્યું છે. લોકો માટે પ્રદૂષણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ સંજોગોમાં નાના દેશો વધારે ભોગ બની રહ્યા છે. ખાસ કરીને ટાપુ દેશોને વધારે ભોગવવું પડતું હોવાથી તેમણે આઇસીજેમાં અરજી કરી હતી. આ મુદ્દે આઇસીજેએ કાયદાકીય મત આપતાં જણાવ્યું કે, નાના દેશો આ મુદ્દે મોટા દેશો સામે કેસ કરી શકશે. ક્લાઇમેટ ચેન્જ વર્તમાન સમયની સૌથી મોટી આપત્તિ છે અને ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં માનવીય કામગીરીઓ સ્પષ્ટ રીતે જોડાયેલી છે. આ ઉત્સર્જનની સીમા હવે માત્ર ક્ષેત્રીય, પ્રાંતિય કે પછી દેશ સુધી મર્યાદિત નથી રહી. આગામી સમયમાં જો દેશો પોતાના નક્કી કરેલા ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યો પ્રાપ્ત નહીં કરી શકે તો તેને રોંગફૂલ ઍક્ટ ગણાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં દુનિયાભરની અદાલતોમાં 2600થી વધારે કેસો ક્લાઇમેટ ચેન્જ અને તેની વિધ્વંશક અસરો માટેના ચાલી રહ્યા છે. તે સંજોગોમાં આ કાયદાકીય સલાહ નવા સમીકરણો રચી શકે તેમ છે. જાણકારોના મતેઆઇસીજે દ્વારા જે મત રજૂ કરવામાં આવ્યો છે અને જે કાયદાકીય સલાહ આપવામાં આવી છે તે આફ્રિકાના કિનારે આવેલા અને અન્ય નાના દ્વિપદેશો માટે ખૂબ જ ફાયદાકારક છે. જેઓ ખાસ પ્રદૂષણ કરતા નથી પણ મોટા દેશોના પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. આવા મોટા દેશો સામે નાના દેશો કેસ કરી શકશે તે ગંભીર બાબત છે. સેન્ટર ફોર ઇન્ટરનેશનલ એન્વાર્યમેન્ટલ લૉના એક વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, આઇસીજેની સલાહને આધારે આગામી સમયમાં આ મુદ્દે કાયદા રચવામાં ઘણી સરળતા ઊભી થશે. નવી ગાઇડલાઇન પ્રમાણે વધારે કાર્બન ઉત્સર્જન કરનારા દેશોને જવાબદાર ગણાવીને કાયદાના કઠેડામાં ઊભા કરી શકાશે. તેમાંય આઇસીજેએ જણાવ્યું છે કે, માત્ર કાર્બન ઉત્સર્જન જ નહીં પણ આવા ઉદ્યોગોને લાયસન્સ આપવા, ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ જેવા જીવાશ્મ ઇંધણોની સબસિડી આપવી અને જળવાયુને નુકસાન પહોંચાડવું પણ ગેરકાયદે કામ જ ગણાશે. કોલસાના ખાણના લાયસન્સ આપવા, તેલ-ગેસ કંપનીઓને સબસિડી આપવી અથવા તો ક્લાઇમેટ ચેન્જ માટે નિયમો થોડા ઢીલા રાખવા જેવી કામગીરથી બીજા દેશને નુકસાન થતું હશે તો મોટા દેશોની આ કામગીરી ચલાવી લેવામાં નહીં આવે. આવી કામગીરી આંતરરાષ્ટ્રીય કાયદાની મર્યાદામાં આવશે અને કેસ ચાલી શકે છે.
Related Articles
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી...
May 05, 2026
બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા
બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે...
May 05, 2026
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમ...
May 05, 2026
5 રાજ્યોના ચૂંટણી પરિણામ: બંગાળ-આસામમાં કેસરિયા, કેરલમમાં કોંગ્રેસની વાપસી, તમિલનાડુમાં 'વિજય ભવ:'
5 રાજ્યોના ચૂંટણી પરિણામ: બંગાળ-આસામમાં...
May 05, 2026
ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત
ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારી...
May 04, 2026
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
Trending NEWS
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ,...
05 May, 2026
ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114...
04 May, 2026