Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી મોટું ઓપરેશન, 30 આતંકવાદી ઠાર

January 27, 2025

પાકિસ્તાનની સેનાએ કહ્યું કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ત્રણ અલગ-અલગ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 30 આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનના લક્કી મારવત, કરક અને ખૈબર જિલ્લામાં સેના દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લક્કી મારવત જિલ્લામાં 18 આતંકવાદીઓને 'નરકમાં મોકલવામાં આવ્યા' હતા, જ્યારે કરકમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ કહ્યું કે લક્કી મારવત એન્કાઉન્ટરમાં છ આતંકીઓ ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશનમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ખૈબર જિલ્લાના બાગ વિસ્તારમાં અન્ય એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લીડર અઝીઝ ઉર રહેમાન ઉર્ફે કારી ઈસ્માઈલ અને મુખ્લીસ સહિત ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેના દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં બે આતંકીઓ ઘાયલ થયા હતા.

પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીએ 30 આતંકવાદીઓને ઠાર મારવાને મહત્વની સિદ્ધિ ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ રહેશે. સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે પણ સુરક્ષા દળોના વખાણ કર્યા છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદને ખતમ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.