પેટ્રોલ બાદ હવે ડીઝલમાં Isobutanol મિશ્ર કરવાની તૈયારી, જાણો તેની શું અસર થશે?
August 25, 2025
છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશભરમાં ઈથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ (E20 Petrol)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. પેટ્રોલની આયાત અને તેના પર નિર્ભરતા ઘટાડવા માટે સરકારે પેટ્રોલમાં 20% ઈથેનોલ ભેળવવાનું શરૂ કર્યું, જે હાલમાં દેશના ઘણા ફ્યુઅલ સ્ટેશનો પર વેચાણ માટે ઉપલબ્ધ છે. ત્યારબાદ ઘણા વાહન માલિકોએ માઈલેજ અને પરફોર્મન્સમાં ઘટાડો થવાની ફરિયાદ કરી છે. હવે સરકાર ડીઝલમાં આઈસોબ્યુટેનોલ(Isobutanol) મિશ્ર કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ પુણેમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ઈથેનોલ આપણા માટે એક શરૂઆત છે, એ કોઈ અંત નથી. હું ખાસ કરીને પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને ARAIનો આભાર માનું છું કે તેમણે ઈથેનોલ પછી આઈસોબ્યુટેનોલ પર કામ કરવાનું શરૂ કર્યું. અને હાલમાં તેઓ ડીઝલમાં 10% આઈસોબ્યુટેનોલ ઉમેરીને પ્રયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેણે કિર્લોસ્કર સાથે મળીને 100% આઈસોબ્યુટેનોલ પર ચાલતું એન્જિન પણ તૈયાર કર્યું છે. આઈસોબ્યુટેનોલ એક વૈકલ્પિક બાયોફ્યુઅલ છે. નીતિન ગડકરીએ આગળ કહ્યું કે, 'આઈસોબ્યુટેનોલ ડીઝલનો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આપણા દેશમાં પેટ્રોલ કરતાં અઢીથી ત્રણ ગણું વધુ ડીઝલનો ઉપયોગ થાય છે. પ્રદૂષણની મુખ્ય સમસ્યા પેટ્રોલ અને ડીઝલને કારણે વધુ છે. આવનારા સમયમાં આઈસોબ્યુટેનોલ આપણા દેશ માટે વરદાન સાબિત થઈ શકે છે. રિસર્ચ, ટ્રાયલ અને સ્ટેન્ડર્ડ નક્કી થયા બાદ જ્યારે તેનો પ્રસ્તાવ પેટ્રોલિયમ મંત્રાલય પાસે જશે અને તેને મંત્રાલય તરફથી માન્યતા મળશે ત્યારે તેનું બજાર વધુ વધશે.' આઈસોબ્યુટેનોલ એ મૂળ રૂપે આલ્કેનોલ (આલ્કોહોલ)ગ્રુપથી આવનાર એક કલરલેસ, ફ્લેમેબલ ઓર્ગેનિક લિક્વિડ છે. તેનો કેમિકલ ફોર્ન્મૂલા (C₄H₁₀O) છે. તે પેઈન્ટ અને કોટિંગ્સ માટે સોલવેન્ટ એટલે કે, વિલાયક તરીકે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત પોતાની હાઈ એનર્જી ડેન્સિટી અને ઓક્ટેન રેટિંગના કારણે ફ્યુઅલ એડિટિવ્સ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તે પ્રોપિલીન કાર્બોનિલીકરણના માધ્યમથી પેટ્રોલિયમ અથવા બાયોમાસ જેવા સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરી શકાય છે.
ફ્યુઅલ બ્લેન્ડિંગ: આઈસોબ્યુટેનોલનો ઉપયોગ ડીઝલ સાથે મિક્સ કરીને કરી શકાય છે. તે ઉત્સર્જન ઘટાડવામાં અને બળતણ કાર્યક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે.
ક્લીન બર્નિંગ ફ્યુઅલ: તેમાં સલ્ફર અને અન્ય હાનિકારક તત્વો ઓછા હોવાથી, ડીઝલ એન્જિનમાં સ્વચ્છ દહન (Clean Combustion) થાય છે.
ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો: આઈસોબ્યુટેનોલ ફ્યુઅલથી CO₂ અને પાર્ટિકુલેટ મેટર જેવા પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટે છે.
એન્જિન સુસંગતતા: રિસર્ચ દર્શાવે છે કે ડીઝલ એન્જિનોમાં આઈસોબ્યુટેનોલ-ડીઝલ મિશ્રણોનો ઉપયોગ કોઈપણ મોટા ફેરફારો વિના કરી શકાય છે.
સારું પ્રદર્શન: તેનાથી એન્જિનની કામગીરી જળવાઈ રહે છે અને બળતણનો વપરાશ પણ થોડો ઘટાડી શકે છે.
જોકે હજુ ડીઝલમાં આઈસોબ્યુટેનોલના મિશ્રણ પર સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં આવનારા નવા ડીઝલ એન્જિન ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનના સિદ્ધાંત પર કામ કરશે. જે શક્ય છે કે, સંપૂર્ણપણે આઈસોબ્યુટેનોલ પર ચાલવામાં સક્ષમ રહેશે.

Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026