જહાજો પર હુમલા બાદ ભારત વિદેશ મંત્રાલય લાલચોળ, અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત સમન્સ
June 12, 2026
ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોય તેવા 3 જહાજો પર એક બાદ એક હુમલા
દિલ્હી ઃ મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્રકાંઠે જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓ બાદ ભારત ભડક્યું છે. ઓમાનના તટ નજીક વધુ એક ભારતીય જહાજ પર થયેલા હુમલા બાદ, ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'અફેર્સ (US Chargé d’Affaires) જેસન મીક્સને સત્તાવાર રીતે સમન્સ પાઠવીને કડક શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શુક્રવારે ભારતે આ મામલે બીજી વખત અમેરિકી ડિપ્લોમેટને બોલાવીને જોરદાર ઠપકો આપ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઓમાનના દરિયામાં વધુ એક મર્ચન્ટ વેસેલ પર ભયાનક હુમલો થયો છે, જેમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. છેલ્લા કેટલાક દિવસની અંદર આ આખા ક્ષેત્રમાં ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા જહાજો પર થયેલી આ ત્રીજી મોટી ઘટના છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર થનારા સંભવિત સૈન્ય હુમલાઓને હાલ પૂરતા રદ કરી દીધા છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથે એક નવી મોટી ડીલ તરફ આગળ વધવામાં સફળતા મળી રહી છે, તેથી હુમલા અટકાવવામાં આવ્યા છે. બીજી તરફ, ઈરાને કહ્યું છે કે તેઓ અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે, જોકે હજુ સુધી કોઈ અંતિમ કરાર પર મહોર વાગી નથી.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026