વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો
June 10, 2026
વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સતત નવી ઊંચાઈ સર કરી રહેલા સોના અને ચાંદીમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ તળિયે બેસી ગયા છે.
સોનામાં ₹2,500 થી વધુનો ઘટાડો
સોનામાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો. લાંબા સમય બાદ આજે સોનું એકઝાટકે 2500 રૂપિયાથી વધુ તૂટીને દોઢ લાખથી સપાટી ગુમાવી બેઠું હતું. જોકે ટ્રેડિંગ દરમિયાન ફરી એકવાર તે દોઢ લાખને પાર હાલમાં ટ્રેડ કરી રહ્યો છે.
જૂનો બંધ ભાવ (Prev. Close): સોનું અગાઉના સત્રમાં ₹1,52,443.00 ના સ્તર પર બંધ થયું હતું.
નવો ઓપન ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ સોનું જોરદાર કડાકા સાથે ₹1,49,926.00 પર ઓપન થયું હતું, એટલે કે તે સીધું ₹1.50 લાખની માનસિક સપાટીની નીચે સરકી ગયું હતું.
સમાચાર લખાવા સુધી: બજાર ખુલ્યા બાદ સોનામાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે અને હાલમાં તે ₹1,50,118.00 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, અગાઉના બંધ ભાવની સરખામણીએ તે હજી પણ ₹2,325.00 (1.53%) ના પ્રચંડ ઘટાડા સાથે લાલ નિશાન પર કારોબાર કરી રહ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,49,888.00 નો લો (Low) અને ₹1,50,500.00 નો હાઈ (High) બનાવ્યો છે. સોનું આજે કુલ 2555નો કડાકો બતાવી ચૂક્યો છે.
ચાંદી પણ ₹4500 થી વધુ તૂટી
બીજી તરફ, ચાંદીના વાયદા બજારમાં પણ ભારે ધોવાણ જોવા મળ્યું છે. ચાંદીમાં આજે કુલ 4528 રૂપિયા સુધી એકઝાટકે તૂટી હતી. જોકે પછીથી રિકવરી બતાવતા તે 1800 રૂપિયા જેટલી રિકવર થઇ હતી.
જૂનો બંધ ભાવ (Prev. Close): ચાંદી અગાઉના ટ્રેડિંગ સેશનમાં ₹2,38,528.00 ના સ્તરે બંધ થઈ હતી.
નવો ઓપન ભાવ (Open): આજે બજાર ઓપન થતાની સાથે જ ચાંદી સીધી ₹2,34,009.00 ના ભાવે ખુલી હતી. ઓપનિંગમાં જ ચાંદીના ભાવમાં ₹4,528 નો મસમોટો કડાકો જોવા મળ્યો હતો.
Related Articles
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026