મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર
March 17, 2026
અમેરિકન ફેડરલ રિઝર્વની મહત્ત્વની બેઠક પૂર્વે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં 1.31 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. સોનું 1,061 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 1,56,797 રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ચાંદીમાં 3,353 રૂપિયાનો વધારો થતા પ્રતિ કિલોનો ભાવ 2,59,885 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. બજારમાં સોનું તેજી સાથે મર્યાદિત દાયરામાં વ્યવહાર કરી રહ્યું છે, જે રોકાણકારોની સાવચેતી દર્શાવે છે.
સોના-ચાંદીમાં આ ઉછાળો અમેરિકન ફેડની વ્યાજ દરો અંગેની બે દિવસીય બેઠક પહેલા જોવા મળી રહ્યો છે, જે 17 માર્ચથી શરૂ થઈ રહી છે. આ બેઠકના નિર્ણયોની જાહેરાત 18 માર્ચે કરવામાં આવશે. હાલમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં 50 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે. આ ભૌગોલિક-રાજકીય તણાવ અને મોંઘવારીના સંકટને કારણે આ વખતની ફેડની બેઠક વૈશ્વિક બજાર માટે અત્યંત મહત્ત્વની બની ગઈ છે.
રોકાણકારો હાલમાં ખૂબ જ સતર્ક છે કારણ કે વ્યાજ દરોમાં ફેરફાર સોનાની કિંમત પર સીધી અસર કરે છે. અગાઉ સોનામાં આવેલી તેજીનું મુખ્ય કારણ વ્યાજ દરોમાં થયેલો ઘટાડો હતો, પરંતુ જો ફેડ આ વખતે દરો સ્થિર રાખે અથવા ક્રૂડ ઓઇલને કારણે વધતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરે, તો તે સોના અને ચાંદી માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે મોટા રોકાણકારો ફેડના સત્તાવાર એલાન પહેલા બજારની ચાલ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.
Related Articles
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026