અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
April 06, 2026
ડાયરેક્ટર પ્રિયદર્શનની હૉરર-કૉમેડી ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેના ટ્રેલરમાં જૂની હવેલીથી લઈને અનેક ટ્વિસ્ટ અને ટર્ન નજર આવ્યા. ટ્રેલરમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રાજપાલ યાદવની દમદાર કૉમેડી નજર આવી.
'ભૂત બંગલા'ના ટ્રેલરમાં શું ખાસ છે?
'ભૂત બંગલા'ના ટ્રેલરમાં 'વધુસુર'ની સ્ટોરી બતાવવામાં આવી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મનો અસલી ભૂત 'વધુસુર' છે. જેની સાથે અક્ષય કુમારનો આમનો-સામનો થશે. આ ફિલ્મનું ટ્રેલર કેટલાક અંશે 'ભૂલ ભુલૈયા'ની યાદ અપાવે છે. કારણ કે, તેમાં પણ હવેલીનું કનેક્શન દેખાડવામાં આવ્યું છે.
'ભૂત બંગલા'ના ટ્રેલરમાં ઘણા પાત્રોની ઝલક જોવા મળી. તબ્બુનું પાત્ર તેની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ની યાદ અપાવે છે. તંત્ર-મંત્રની આસપાસ તબ્બુનો કેમિયો નજર આવ્યો. આ ઉપરાંત અક્ષય કુમારની કૉમેડી ટાઇમિંગ જબરદસ્ત છે. પરેશ રાવલ, અસરાની અને રાજપાલ યાદવી દમદાર કૉમેડી કોઈનું પણ દિલ જીતી લેશે. વામિકા ગબ્બીનો અક્ષય સાથેનો રોમેન્ટિક અંદાજ જોવા મળશે. બીજી તરફ મિથિલા પાલકરનો પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ રોલ છે.
અક્ષય કુમારની હૉરર-કૉમેડી ફિલ્મ 'ભૂત બંગલા'ને પ્રિયદર્શને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અક્ષય અને પ્રિયદર્શને 14 વર્ષ બાદ કામ કર્યું છે. આ ફિલ્મ 17 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. 16 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યાથી 'ભૂત બંગલા'ના પેડ પ્રિવ્યૂ શૉ થિયેટર્સમાં શરૂ થઈ જશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, મિથિલા પાલકર અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે. આ એક હોરર છતાં કોમેડીથી ભરપૂર ફિલ્મ છે.
Related Articles
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂ...
Aug 22, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026