અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર 'પિલોરી' લખતા ચાહકોમાં ચિંતા, યુઝર્સે આપી આરામ કરવાની સલાહ
May 20, 2026
મુંબઈઃ મહાનાયક અમિતાભ બચ્ચન તેમના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. મંગળવારે રાત્રે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા, જોકે તેઓ રૂટિન ચેકઅપ માટે ગયા હોવાનું સામે આવ્યું હતું. હૉસ્પિટલમાં દાખલ થયાની આ અટકળો વચ્ચે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી છે, જેના કારણે ચાહકોમાં તેમની બીમારીને લઈને ચિંતા વધી ગઈ છે અને લોકો તેના અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે.
20 મેના રોજ સવારે અમિતાભ બચ્ચને એક્સ પર પોસ્ટ કરીને માત્ર 'પિલોરી - બડુંબા' લખ્યું હતું. આ પોસ્ટ જોઈને યુઝર્સે અલગ અલગ અર્થ કાઢવાનું શરૂ કર્યું હતું. હેલિકોબેક્ટર પાયલોરીના ચેપને સામાન્ય બોલચાલની ભાષામાં ઘણા લોકો પાયલોરી, પિલોરી કે બડુંબા પણ કહે છે. આ એક પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જેમાં દર્દીને પેટના ઉપરના ભાગમાં દુખાવો અને અપચાની સમસ્યા થાય છે. ઘણા લોકોનું માનવું છે કે બિગ બીને પિલોરીના કારણે તકલીફ થઈ હતી અને તેના લીધે જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચનની આ પિલોરીવાળી પોસ્ટ જોયા પછી યુઝર્સ સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે કદાચ હૉસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા નહોતા. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે આશા છે કે તમે પેટની પાયલોરીવાળી સમસ્યાથી પીડિત નથી. આ ઉપરાંત, કેટલાક લોકો તેમને આરામ કરવાની સલાહ પણ આપી રહ્યા છે. એક યુઝરે ચિંતા વ્યક્ત કરતા લખ્યું હતું કે તમે બીમાર છો, અત્યાર સુધી કેમ જાગો છો, સૂઈ જાઓ. જ્યારે અન્ય એક ચાહકે પૂછ્યું હતું કે સર તમારી તબિયત ઠીક તો છે ને.
Related Articles
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂ...
Aug 22, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026