સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
February 18, 2026
બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાન (ઉંમર 90) અચાનક બગડ્યા છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પિતાની તબિયતની જાણ થતાં સલમાન ખાન તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયા હતા. હાલમાં તેમના પરિવાર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
સુપરસ્ટાર સલમાન ખાન પણ હોસ્પિટલ પરિસરમાં જોવા મળ્યા હતા. સલમાન કાળા ટી-શર્ટ અને કેપ પહેરેલા જોવા મળ્યા હતા, સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલા હતા. ખાન પરિવાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. 90 વર્ષીય સલીમ ખાનને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રભાવશાળી લેખકોમાંના એક માનવામાં આવે છે. તેમણે નવેમ્બર 2025 માં તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
Related Articles
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
06 April, 2026
06 April, 2026
06 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026