બાંગ્લાદેશે સંબંધો સુધાર્યા : પાક.થી આવતી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરે
February 25, 2025
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી કટ્ટરવાદીઓના હાથમાં સત્તા આવી ગઈ છે. કાર્યકારી સલાહકાર મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની બાંગ્લાદેશ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો સુધાર્યા છે. ભારત સાથેના સંબંધોમાં હાલ તંગદિલી ચાલી રહી છે. બાંગ્લાદેશ ભારતને બદલે હવે પાકિસ્તાનની વધુ નજીક સરકી રહ્યું છે. તેણે પાકિસ્તાનથી આવી રહેલી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
બંને દેશો વચ્ચે 54 વર્ષ પછી સીધો વેપાર થઈ રહ્યો છે. 1971માં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ભાગલા પડયા પછી પહેલીવાર પાક. સરકારની મંજૂરીથી બાંગ્લાદેશમાં કાર્ગો શિપ કરાચીના કાસિમ પોર્ટથી રવાના થયું છે. ફેબ્રુઆરીમાં બંને દેશોએ સીધો વેપાર કરવાના કરાર કર્યા હતા. આ પછી પાકિસ્તાનમાંથી 50,000 ટન ચોખા લઈને જહાજ બાંગ્લાદેશ જવા રવાના થયું છે.
બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી વધુ મજબૂત થયું છે જેણે પાક. સાથેના સંબંધો સુધારવા અને મૈત્રીપૂર્ણ બનાવવા પર ભાર મૂક્યો છે. મોહમ્મદ યુનુસની સરકાર ઇસ્લામિક કટ્ટરપંથીઓના પ્રભાવ હેઠળ છે. પાકિસ્તાનમાંથી પહેલા તબક્કામાં 25,000 ટન ચોખા મોકલાયા છે અને માર્ચમાં બીજા 25,000 ટન ચોખા રવાના કરાશે. હવે ભારતમાંથી નિકાસ ઘટશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026