શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો', CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
August 26, 2025
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ચીન અને પાકિસ્તાનને સીધો મેસેજ આપ્યો છે. તેમણે દેશની સુરક્ષા અને ભવિષ્યની તૈયારીઓ પર પણ ઘણી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ભારત હંમેશા શાંતિનો સમર્થક રહ્યો છે, પરંતુ શક્તિ વિના શાંતિ માત્ર એક કલ્પના બનીને રહી જાય છે. જનરલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અને આગામી સમયમાં ભારતની નવી સંરક્ષણ પ્રણાલી સુદર્શન ચક્ર પર પણ ખુલીને ચર્ચા કરી. CDSએ કહ્યું કે, આધુનિક પડકારોનો સામનો કરવા માટે માત્ર શાંતિની ઈચ્છા પૂરતી નથી, પરંતુ તેની સાથે-સાથે વ્યૂહાત્મક શક્તિ અને તૈયારીઓ પણ જરૂરી છે. તેમણે કહ્યું કે, સુદર્શન ચક્ર દેશના લશ્કરી અને નાગરિક સ્થળોનું રક્ષણ તો કરશે જ, પરંતુ આ સાથે જ તે ભારતની સંરક્ષણ વ્યૂહરચનામાં એક નવી દિશા પણ નક્કી કરશે. CDS ચૌહાણે સ્પષ્ટતા કર્યું છે કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે, પરંતુ શક્તિ વિના શાંતિ માત્ર એક કલ્પના છે. ભારત એક શાંતિપ્રિય રાષ્ટ્ર છે, પરંતુ આપણને કોઈપણ સંજોગોમાં શાંતિવાદી ન સમજવું જોઈએ. શાંતિ જાળવવા માટે શક્તિ જરૂરી છે. કારણ કે એક લેટિન કહેવત છે કે જો તમારે શાંતિ જાળવવી હોય, તો યુદ્ધ માટે તૈયાર રહો. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તે એક આધુનિક સંઘર્ષ હતો જેમાંથી ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવા મળ્યા છે. ઘણા સુધારા લાગુ કરવામાં આવી ચૂક્યા છે અને કેટલાક પર કામ ચાલી રહ્યું છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે, પરંતુ આ સેમિનારનો હેતુ ઓપરેશન સિંદૂરની ચર્ચા કરવાનો નથી, પરંતુ તેની આગળની વ્યૂહરચના વિશે વાત કરવાનો છે. ભારતની નવી સંરક્ષણ પ્રણાલી સુદર્શન ચક્ર અંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાને 15 ઓગસ્ટના રોજ તેનો ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તે 2035 સુધીમાં તૈયાર થઈ જશે. આ સિસ્ટમ ભારતના મહત્વપૂર્ણ લશ્કરી, નાગરિક અને રાષ્ટ્રીય સ્થળોને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026