વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા
April 13, 2025
વિરમગામ : ગુજરાતના વિરમગામમાં અનોખી ઘટના બની હતી. શનિવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હવન, આરતી બાદ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક મધમાખીનું ઝૂંડ શ્રદ્ધાળુઓ પર ત્રાટક્યું અને નાસભાગ મચી ગઈ હતી. મધમાખીઓએ શ્રદ્ધાળુઓને દંશ માર્યા હતા. એક હજારથી વધુ લોકો અહીં હાજર હતા. જેમાંથી 100થી વધુ લોકો તેનો ભોગ બન્યા હતા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
વિરમગામ શહેરના ભોજવા વિસ્તાર નજીક સીમમાં પ્રખ્યાત શીંગડાથળ હનુમાન દાદાનું મંદિર છે. જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે સવારે હવન, આરતી સાથે અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 4 થી 5 ગામના લોકો ભેગા થયા હતાં. હવન અને આરતી સંપૂર્ણ થયા બાદ લોકો પ્રસાદ આરોગી રહ્યા હતા, આ દરમિયાન અચાનક નજીકમાંથી મધમાખીઓનું મોટું ઝુંડ આવી ચડ્યું અને અહીં હાજર શ્રદ્ધાળુઓ પર ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. અહીં અંદાજિત એક હજારથી વધુ લોકો હાજર હતાં, જેમાંથી સો જેટલી મહિલા, પુરૂષ અને બાળકોને મધમાખીએ દંશ દીધા હતા. આ નાસભાગ દરમિયાન લોકો જ્યાં જગ્યા મળે ત્યાં પોતાને બચાવવાનો પ્રયાસ કરતા હતાં. જેમાં અમુક ગોદડા નીચે સંતાઈ ગયા તો અમુક વાહનોમાં બેસી ભાગ્યા હતાં.
સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ ચાર એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી પીડિતોને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાંથી ગંભીર દંશવાળા 20 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તોમાં એક યુવતીના કાનમાં મધમાખી જતી રહી હતી અને તેને સંભળાવાનું ઓછું થઈ ગયું હતું. જેને તુરંત હોસ્પિટલ ખસેડી કાનમાંથી મધમાખી કાઢવામાં આવી હતી.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026