કેનેડામાં ભરૂચના આમોદના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
February 15, 2025

ભરૂચ : ગુજરાતના ભરૂચના યુવકનું કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજ્યું છે. યુવક અભ્યાસ માટે કેનેડા ગયો હતો. જ્યાં તેનો ટ્રક સાથે ગંભીર અકસ્માત થતાં મોત નિપજ્યું હતું. 25 વર્ષીય યુવકના મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકના અકસ્માતનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ગુજરાતના ભરૂચનો રહેવાસી ઋષભ લિંબાચિયા પોતાના સપનાંઓને ઉડાન આપવા માટે વતનથી દૂર અભ્યાસ માટે ગયો હતો. 25 વર્ષનો ઋષભ ભરૂચના આમોદ ગામમાં કાલિકા માતા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો અને આશરે 3 વર્ષ પહેલાં સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો.
ત્યારે એકાએક કેનેડાથી તેના અકસ્માતના સમાચાર આવતા પરિવારના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. મળતી માહિતી મુજબ, યુવકનો કેનેડાના બ્રેમટનમાં અકસ્માત થયો હતો. ઋષભ પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે એકાએક સામેથી આવતી ટ્રકે ગાડીને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
પોતાના 25 વર્ષીય દીકરાની મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ, યુવકના મૃતદેહને ભારત પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરિવાર સહિત તમામ લોકો કાગડોળે પોતાના વ્હાલસોયાના મૃતદેહની રાહ જોઈ રહ્યાં છે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025
02 July, 2025