ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો
August 30, 2025
ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં આવેલા પૌંસરી ગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે. શુક્રવારે (29મી ઓગસ્ટ) મોડી રાત્રે થયેલી આ દુર્ઘટનામાં ઘણા ઘરોમાં કાટમાળ ઘૂસી ગયો હતો, જેના કારણે ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત 50થી વધુ પશુઓ તણાયા હતા અને લગભગ 50 ટકા ખેતરોને પણ નુકસાન થયું હતું. આ દરમિયાન કપકોટના ધારાસભ્ય સુરેશ ગઢિયા આ દુર્ઘટનાનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, તેમને ઘટનાસ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, બાગેશ્વરના પૌંસરી ગામમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. વાદળ ફાટવાના કારણે પાણી અને કાટમાળ લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગુમ થયા છે. કપકોટના ધારાસભ્ય સુરેશ ગઢિયા આ વિસ્તારમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા ગયા હતા. આ દરમિયાન ધારાસભ્ય સુરેશ ગડિયાને વરસાદી પાણીના વહેણમાંથી પસાર થવું પડ્યું હતું. પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હોવાથી SDRF જવાનોએ દોરડાની મદદથી ધારાસભ્યને વહેણ પાર કરવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ધારાસભ્યનો સિક્યોરિટી તેમને પકડવા માટે આગળ વધ્યો, પરંતુ તેનો પગ લપસી ગયો અને તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો હતો. લોકોએ તેને પકડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ પ્રવાહ એટલો જોરદાર હતો કે સિક્યોરિટી તણાયો હતો.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026