મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો ગેમપ્લાન ! 99 ઉમેદવારોમાંથી 89 રિપિટ
October 20, 2024

ચિંચવાડ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે. 20 નવેમ્બરે 288 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેમાંથી ભાજપે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાં 99 ઉમેદવારોને ટિકિટ ફાળવી દીધી છે. આ યાદીમાં 89 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે બળવાખોરોથી પક્ષે અંતર જાળવ્યું છે.
આ પ્રથમ યાદીમાં દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુલે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ જેવા અગ્રણી નેતાઓ સામેલ છે. ભાજપની પ્રથમ યાદીમાં 99 નામોમાંથી 89 ટિકિટ વર્તમાન ધારાસભ્યોને જ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે, આ યાદીમાં એક પણ લઘુમતી ચહેરો સામેલ નથી. જો કે, મોટાભાગના ઉમેદવારો ઓબીસી, મરાઠા અને કેટલાક આદિવાસી સમુદાયના છે, જે વર્ષોથી ભાજપની પરંપરાગત વોટ બેન્ક છે.
ભાજપની લાડલી બહેન યોજનાને 'વોટનો જુગાર' ગણાવનાર ટેકચંદ સાવરકરની ટિકિટ રદ્દ થઈ છે. તેમની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
2019માં કેટલાક ધારાસભ્યોના બદલે નવા ચહેરાને ટિકિટ આપવાનુ નુકસાન ભાજપે યાદ રાખ્યું છે. જેના પગલે આ વખતે તેણે ધારાસભ્યોની લોકપ્રિયતા અને સમુદાયને ધ્યાનમાં રાખી ટિકિટ ફાળવણી કરી હોવાનું વિશ્લેષણમાં જાણવા મળ્યું છે. જેનું ઉદાહરણ ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે છે. જેમને ગત ચૂંટણીમાં ટિકિટ મળી ન હતી. બાવનકુલેને 2019માં ટિકિટ ન મળતાં તેલી સમુદાયના મતો વહેંચાઈ ગયા હતા. જેથી આ વખતે તેમને કામઠી બેઠક પરથી ચૂંટણી લડવાની તક આપી છે. બાવનકુલે 2004, 2009 અને 2014માં કામઠીમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ સિવાય ભાજપે ચિંચવાડ બેઠક પરથી અશ્વિની જગતાપની ટિકિટ રદ્દ કરી છે. તેમના સ્થાને અશ્વિની જગતાપના સાળા શંકર જગતાપને ચૂંટણી લડવાની તક આપી છે. ભાજપના સ્થાનિક કાર્યકરોના વિરોધ બાદ અશ્વિની જગતાપ શરદ પવારની એનસીપીમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી.
Related Articles
ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય
ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્...
Jul 21, 2025
હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્ર પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવાનો હ...
Jul 21, 2025
ભાજપના સાંસદે લોકસભામાં ભાજપની તાકાત વધવાનો દાવો કરતાં વિપક્ષ ટેન્શનમાં મૂકાયો
ભાજપના સાંસદે લોકસભામાં ભાજપની તાકાત વધવ...
Jul 21, 2025
'કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો...', સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો
'કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડ...
Jul 21, 2025
'પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ હજુ સુધી કેમ નથી પકડાયા', ખડગેએ સરકારને ઘેરી
'પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ...
Jul 21, 2025
2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર
2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરો...
Jul 21, 2025
Trending NEWS

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025
21 July, 2025

21 July, 2025