Breaking News :

'કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂકવાનું નથી...' 25% ટેરિફ લાદવાના ટ્રમ્પના પ્લાન સામે ટ્રુડોની ચેતવણી

January 22, 2025

અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડા પર 25% ટેરિફ લાદવાની ધમકી સામે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ હવે ચેતવણી ઉચ્ચારી દીધી છે. તેમણે કહ્યું કે અમારો દેશ ટ્રમ્પની ધમકી સામે ઝૂકવાનો નથી. અમે ટ્રમ્પની

પીછેહઠ કરવા મજબૂર કરી દઈશું અને તેને મોટું આર્થિક નુકસાન પહોંચાડીશું.

કેનેડાના પીએમ ટ્રુડોએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને ચેતવણી આપી કે તમારા કોઈપણ આડાઅવળતા પગલાં સામે  કેનેડા ઝડપથી જવાબી કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકારે 1 ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર

25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે કહ્યું છે કે અમે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છીએ કેમ કે મોટી સંખ્યામાં લોકોને અમેરિકામાં ઘૂસવાની ત્યાંથી મંજૂરી મળી રહી છે. તેની સામે ક્યૂબેકના મોન્ટેબેલોમાં એક ખાસ કેબિનેટ બેઠકને સંબોધતા

ટ્રુડોએ કહ્યું કે મને ટ્રમ્પના પગલાંની કોઈ ચિંતા નથી. ટ્રમ્પ સાથે કામ કરતી વખતે અનેક અનિશ્ચિતતાઓ રહેશે એ પહેલાથી ખબર છે. હાં પણ હું ટ્રમ્પને મોટું આર્થિક નુકસાન પહોંચાડવા તૈયાર છું. અમે ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂકવાના

નથી.