CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી
May 13, 2025

CBSE Result 2025: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષના 87.9 ટકા પરિણામ કરતાં વધુ છે. જ્યારે ધોરણ 10નું 93.66 ટકા પરિણામ નોંધાયું છે. આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ના પેપર 4 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.
CBSE બોર્ડના 12મા ધોરણના પરિણામમાં ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64% છે, જ્યારે છોકરાઓની ટકાવારી 85.70% છે અને ટ્રાન્સજેન્ડરની પાસ થવાની ટકાવારી 100% છે. આ વર્ષનું પરિણામ 2024 કરતાં ઘણું સારું રહ્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતાં 5.94% વધુ છે. સીબીએસઈ ધોરણ 12ની જેમ ધોરણ 10માં પણ છોકરીઓએ બાજી મારી છે. 95 ટકા છોકરીઓ પાસ થઈ છે. જેની સામે 92.63 ટકા છોકરાઓ પાસ થયા છે. ધોરણ 10માં ટ્રાન્જેન્ડરનો પાસિંગ રેશિયો 95 ટકા રહ્યો હતો.

Related Articles
પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણમ કુમાર ભારત પરત, અટારી બોર્ડર પર સેનાને સોંપ્યો
પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણ...
May 14, 2025
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબા...
May 14, 2025
1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવ...
May 14, 2025
કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાક...
May 14, 2025
વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો, બુલેટપ્રુફ કારનો સમાવેશ
વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડત...
May 14, 2025
જસ્ટિસ બી.આર ગવઈએ દેશના 52માં CJI પદે શપથ ગ્રહણ કર્યા
જસ્ટિસ બી.આર ગવઈએ દેશના 52માં CJI પદે શપ...
May 14, 2025
Trending NEWS

1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
14 May, 2025

વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો,...
14 May, 2025