પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણમ કુમાર ભારત પરત, અટારી બોર્ડર પર સેનાને સોંપ્યો
May 14, 2025

પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શૉને પરત સોંપ્યો છે. પાકિસ્તાની સેનાએ અટારી વાઘા બોર્ડરના માર્ગે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન અટકાયત કરાયેલા બીએસએફ જવાનને પરત ભારતને સોંપ્યો છે. તે છેલ્લા 20 દિવસથી પાકિસ્તાનના કબજામાં હતો.
બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમારને આજે સવારે 10.30 વાગ્યે ભારતને સોંપવામાં આવ્યો હતો.
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી હતી. તે સમયે 23 એપ્રિલના રોજ બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસ કરી પાકિસ્તાન પહોંચી ગયા હતા. જ્યાં પાકિસ્તાની સેનાએ અટકાયત કરી હતી. પંજાબના ફિરોજપુર સેક્ટરમાં તૈનાત પૂર્ણમની અટકાયત થતાં આર્મી અને પરિવારની ચિંતા વધી હતી.
પૂર્ણમ કુમારની પત્ની રજનીને આશા હતી કે, ડીજીએમઓની વાતચીતમાં પૂર્ણમ કુમારનો મુદ્દો ઉઠાવવામાં આવશે. તેણે જણાવ્યું કે, ભારતીય સેનાએ 3 મેના રોજ એક પાકિસ્તાની સેનાના જવાનની રાજસ્થાનમાંથી અટકાયત કરી હતી. ત્યારે લાગ્યું હતું કે, કદાચ મારા પતિને મુક્ત કરાશે. પરંતુ એમ ન બન્યું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફોન કરી સંભવિત તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
Related Articles
કર્નલ સોફિયાને આતંકીઓની બહેન કહેનારા મંત્રી સામે કેસ નોંધાશે
કર્નલ સોફિયાને આતંકીઓની બહેન કહેનારા મંત...
May 14, 2025
OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો
OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મો...
May 14, 2025
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબા...
May 14, 2025
1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવ...
May 14, 2025
કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાક...
May 14, 2025
વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો, બુલેટપ્રુફ કારનો સમાવેશ
વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડત...
May 14, 2025
Trending NEWS

14 May, 2025

14 May, 2025