કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

May 14, 2025

તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન કરતી વખતે એક સભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની સમગ્ર દેશ અને દુનિયાએ નિંદા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને આ ઘટના પર મૌન ધારણ કર્યું હતું.

આતંકવાદી હુમલા અંગે તમામ પુરાવા પૂરા પાડવામાં આવ્યા હોવા છતાં, પાકિસ્તાને તેની ભૂમિકાનો ઇનકાર કર્યો હતો. આખરે ઓપરેશન સિંદૂર શરૂ થાય છે અને પહેલા જ દિવસે 100 થી વધુ આતંકવાદીઓને તેમના જઘન્ય કૃત્ય માટે સજા આપવામાં આવે છે. દેશ અને દુનિયાએ આ જોયું છે અને ભારતીય સેનાની તાકાતનો સ્વીકાર કર્યો છે.

સીએમ યોગીએ વધુમાં જણાવ્યુ કે ભારતીય સેનાએ પાકિસ્તાનનું મનોબળ તોડી નાખ્યું છે. પાકિસ્તાને કરેલા પ્રહારનો ભારતના બહાદુર સૈનિકોએ જે તાકાતથી જવાબ આપ્યો છે. ભારતના બહાદુર જવાનોએ દુનિયાને સંદેશ આપ્યો છે કે અમે કોઈને ઉશ્કેરીશું નહીં પરંતુ જો કોઈ અમને ઉશ્કેરશે તો અમે તેને છોડીશું નહીં. અને ભારતે આ કરીને બતાવ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટી 13 મે થી 23 મે દરમિયાન દેશભરમાં 'તિરંગા યાત્રા'નું આયોજન કરી રહી છે. આ 10 દિવસની લાંબી યાત્રામાં, ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.