CBSE ધોરણ-10નું પરિણામ જાહેર : 93.6% વિદ્યાર્થીઓ સફળ, દીકરીઓએ મેદાન માર્યું
April 15, 2026
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in અને cbse.gov.in પર ચેક કરી શકે છે.
દીકરીઓએ મેદાન માર્યું
દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓએ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. જોકે બોર્ડે સત્તાવાર ટોપરની યાદી જાહેર કરી નથી, પરંતુ જે વિદ્યાર્થીઓએ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
રીઝલ્ટના મુખ્ય આંકડા
- કુલ ઉમેદવારો - 26 લાખથી વધુ
- કુલ પાસ ટકાવારી - અંદાજીત 93.6 ટકા
તાત્કાલીક રીઝલ્ટ ડાઉનલોડ કરવાની રીત
જો વેબસાઈટ પર વધુ ટ્રાફિક હોય તો વિદ્યાર્થીઓ ડિજિલોકર (DigiLocker) અને ઉમંગ (UMANG APP) એપ દ્વારા ડિજિટલ માર્કશીટ તાત્કાલીક ડાઉનલોડ કરી શકે છે. સૌથી પહેલા ઉમંગ એપ પર પરિણામોની લિંક સક્રિય કરવામાં આવી છે.
આવી રીતે ચેક કરો પરિણામ
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in પર જાઓ.
- હોમપેજ પર 'Secondary School Examination (Class X) 2026' પર ક્લિક કરો.
- તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિશન કાર્ડ આઈટી દાખલ કરો.
- પછી સબમિટ બટન દબાવો, તમારું રીઝલ્ટ સ્ક્રીન પર આવી જશે.
- આ રિઝલ્ટને ભવિષ્ય માટે ડાઉનલોડ કરો અને પ્રિન્ટ પણ કાઢી લો.
-
નિરાશ વિદ્યાર્થીઓ માટે સેકન્ડ એક્ઝામનું આયોજન
જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં સફળ થયા નથી, કે પછી પોતાના નંબરોથી સંતુષ્ટ નથી, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. સીબીએસઈ 15 મે-2026થી ‘સેકન્ડ બોર્ડ એક્ઝામ’નું આયોજન કરવાની છે. આ માટે ટૂંક સમયમાં અરજી પ્રક્રિયા શરૂ થશે.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026