ક્રિકેટર ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડેની રાજકારણમાં એન્ટ્રી, જનતા દળ યુનાઇટેડમાં સામેલ
October 27, 2024

પટના : દેશના ફેમસ ક્રિકેટર ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે ઉર્ફે ચુન્નુ રવિવારે (27 ઓક્ટોબર) જનતા દળ યુનાઇટેડમાં સામેલ થઈ ગયાં છે. તેઓએ પટના સ્થિત પ્રદેશ જેડીયુ કાર્યાલયમાં પોતાના હજારો સમર્થકો સાથે પાર્ટીનું સભ્ય પદ મેળવ્યું છે. પટના સ્થિત પ્રદેશ કાર્યાલયમાં જેડીયુના પુનર્મિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં તેઓએ જેડીયુનું સભ્ય પદ લીધું.
ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે વ્યવસાયે બિલ્ડર છે. તે પોતાના પરિવાર સાથે પટનામાં રહે છે. પટનામાં તેમની મેડિકલ સ્ટોર પણ છે. પ્રણવ કુમાર પાંડેનું નાનપણ નવાદામાં વીત્યું છે, જ્યાં જિલ્લાના પ્રસિદ્ધ રાજનેતા અને ચિકિત્સક ડૉ. શત્રુઘ્ન પ્રસાદ સિંહે તેમનું માર્ગદર્શન કર્યું, જે નીતિશ કુમારની સમતા પાર્ટીના સંસ્થાપક સભ્ય પણ રહ્યાં છે. પ્રણવ કુમાર પાંડે સમાજ સેવામાં પણ રસ દાખવે છે. તેમના દીકરા ઈશાન કિશને 2 ટેસ્ટ મેચ સિવાય 27 વનડે અને 32 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય તે આઈપીએલની 105 મેચ રમી ચુક્યો છે.
હકીકતમાં આવતા વર્ષે 2025માં બિહાર વિધાનસભા ચૂંટણી છે. તેને ધ્યાને લઈ વિભિન્ન પાર્ટીઓમાં પ્રદેશના જાણીતા અને રાજકીય પરિવારથી સંબંધ ધરાવનાર લોકો અત્યારથી મનપસંદ પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. જેથી, આવતા વર્ષે ચૂંટણીની તૈયારી શરૂ કરી શકાય. જણાવી દઈએ કે, આજે જ પટનામાં 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડી આવાસમાં પૂર્વ સાંસદ શહાબુદ્દીનના નાના દીકરા ઓસામા શહાબ આરજેડીમાં સામેલ થશે. હવે જોવાનું રહેશે કે, જેડીયુ ઈશાન કિશનના પિતા અને આરજેડી ઓસામા શહાબને ક્યાંથી ટિકિટ આપે છે.
Related Articles
25 રન બનાવતા જ શુભમન ગિલ રચશે ઈતિહાસ, પાકિસ્તાની દિગ્ગજનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે
25 રન બનાવતા જ શુભમન ગિલ રચશે ઈતિહાસ, પા...
Jul 21, 2025
ચોથી ટેસ્ટ પહેલાં જ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, 4 સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત, હવે પ્લેઈંગ-11 કેવી હશે?
ચોથી ટેસ્ટ પહેલાં જ ટીમ ઈન્ડિયા મુશ્કેલી...
Jul 21, 2025
ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની નવા વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ
ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની નવા વ...
Jul 18, 2025
બેંગ્લુરૂમાં નાસભાગનું ઠીકરું RCB પર ફોડાયું, મંજૂરી જ નહોતી આપી, કોહલીનું પણ નામ સામેલ
બેંગ્લુરૂમાં નાસભાગનું ઠીકરું RCB પર ફોડ...
Jul 17, 2025
ઈંગ્લેન્ડ ભલે લોર્ડ્સ ટેસ્ટમાં જીત્યું પણ ICC એ ફટકાર્યો 'ડબલ' દંડ
ઈંગ્લેન્ડ ભલે લોર્ડ્સ ટેસ્ટમાં જીત્યું પ...
Jul 16, 2025
IND vs ENG : ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર, બશીરના સ્થાને આ નવા બોલરની એન્ટ્રી
IND vs ENG : ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન...
Jul 15, 2025
Trending NEWS

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025
21 July, 2025

21 July, 2025