ઈન્દિરા, રાજીવ, વાજપાયી અને અડવાણી સહિત અનેક સામે 280 ચૂંટણી લડેલા 'ધરતીપકડ' નું નિધન
September 04, 2026
દિલ્હી ઃ નગર નિગમના વોર્ડ મેમ્બરથી લઈને દેશના રાષ્ટ્રપતિ પદ સુધીની કુલ 280 ચૂંટણીઓ લડીને દેશભરમાં અનોખો રેકોર્ડ બનાવનારા નાગરમલ બાજોરિયા ઉર્ફે 'ધરતીપકડ'નું 97 વર્ષની વયે નિધન થયું છે. પટનાની PMCH હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે મોડી રાત્રે ભાગલપુરના પવિત્ર બરારી ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નાગરમલ બાજોરિયાએ દેશના અનેક રાજકીય દિગ્ગજો સામે ઉમેદવારી નોંધાવીને ભારે ચર્ચા જગાવી હતી. તેમણે રાયબરેલીથી ઈન્દિરા ગાંધી, અમેઠીથી રાજીવ ગાંધી ઉપરાંત સંજય ગાંધી, અટલ બિહારી વાજપેયી અને એલ.કે.અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ સામે ચૂંટણી લડી હતી.
વર્ષ 1969 માં તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ઉમેદવાર વી.વી. ગિરી સામે અને 2012 માં પ્રણવ મુખર્જી સામે પણ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જોકે 2012 માં તેમનું ફોર્મ રદ થયું હતું. તેમણે પોતાની છેલ્લી ચૂંટણી 2019 માં લડી હતી.
નાગરમલ બાજોરિયાનો જન્મ 1930 માં અવિભાજિત પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. ભારતની આઝાદી પહેલા જ તેમનો પરિવાર ભાગલપુરમાં આવીને વસી ગયો હતો. તેમણે જીવનભર મણિહારી (કાચની બંગડીઓ અને શણગારની સામગ્રી)નો વેપાર કર્યો હતો. વેપારની સાથે તેઓ કન્યા વિવાહ, ગરીબ મહિલાઓની સેવા અને બાળકોના શિક્ષણ જેવા સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહ્યા હતા.
'ધરતીપકડ' પોતાની અનોખી પ્રચાર શૈલી માટે જાણીતા હતા. વર્ષ 2005 ની એક ચૂંટણી દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવવા માટે ગધેડાઓના ગળામાં રાજકીય ટિપ્પણીઓ વાળા પાટિયા લટકાવીને નામોનિર્દેશન રેલી કાઢી હતી, જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના માટે ચૂંટણી એ માત્ર જીત કે હારનું માધ્યમ નહીં, પરંતુ લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવાનો એક માર્ગ હતો.
Related Articles
ઈસરોની સિદ્ધી, 36000 કિમીમાં નજર રાખવાની ક્ષમતાવાળું GSLV-F17નું સફળતાપૂર્વક લોન્ચિંગ
ઈસરોની સિદ્ધી, 36000 કિમીમાં નજર રાખવાની...
Sep 04, 2026
ઇરાનને સાથ આપવો ભારતને ભારે પડશેઃ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ધમકી
ઇરાનને સાથ આપવો ભારતને ભારે પડશેઃ ડોનાલ્...
Sep 04, 2026
સંઘ અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લઈએ : અમેરિકાના 90 નેતાઓના એલાનથી ખળભળાટ
સંઘ અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લઈએ :...
Sep 04, 2026
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
Trending NEWS
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026