4 બાળકો સાથે ટ્રેનની સામે કૂદી પડ્યો પિતા, પાંચેયના દર્દનાક મોત, હરિયાણાની હચમચાવી નાખતી ઘટના
June 11, 2025
હરિયાણાના બલ્લભગઢમાં મંગળવારે (10મી જૂન) એક પિતાએ ચાર બાળકો સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેણે આપઘાત કરતા પહેલા બાળકોને ઠંડા પીણા અને ચિપ્સ પણ આપ્યા હતા. જ્યારે ટ્રેન આવી ત્યારે બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે બાળકોના હાથમાં પકડી લીધા અને એકસાથે ટ્રેન સામે કૂદી પડ્યા અને પાંચેયના મૃત્યુ નીપજ્યા હતાં.
મળતી માહિતી અનુસાર, હરિયાણાના બલ્લભગઢ વિસ્તારમાં મૂળ બિહારના રહેવાસી 45 વર્ષીય મનોજ મહતોનો તેની પત્ની પ્રિયા સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. મંગળવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ મનોજ મહતો બાળકોને પાર્કમાં લઈ જઈ રહ્યો છું કહીને ઘરની બહાર નીકળી ગયો.
પોલીસના જણાવ્યાનુસાર, મનોજ મહતો સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર ચાલતો જોવા મળ્યો હતો. તે બે બાળકોને ખભા પર લઈને બે બાળકોના હાથ પકડી રહ્યો હતો. લોકો પાયલોટ દૂરથી ઘણી વાર હોર્ન વગાડ્યો, પરંતુ તે પાટા પરથી ખસ્યો નહીં. જ્યારે બાળકો દોડવા લાગ્યા, ત્યારબાદ તેણે બાળકોના હાથમાં પકડી લીધા અને ટ્રેન નજીક આવતાની સાથે જ 10 વર્ષીય પવન, નવ વર્ષીય કારુ, પાંચ વર્ષીય મુરલી અને ત્રણ વર્ષીય છોટુ સાથે ટ્રેનની સામે કૂદી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને ટ્રેક પરથી દૂર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026