હોંગકોંગમાં ભીષણ અગ્નિકાંડ, 8 ઈમારતો ભસ્મીભૂત, મૃત્યુઆંક 128
November 28, 2025
કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું અને ફસાયેલા લોકોને બચાવવાનું કામ યુદ્ધના ધોરણે, 32 માળની આઠ ઇમારતો ભસ્મીભૂત
હોંગકોંગની બહુમાળી ઇમારતોમાં લાગેલી ભીષણ આગે અત્યાર સુધીમાં 128 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા લગભગ આઠ દાયકામાં હોંગકોંગમાં લાગેલી આ સૌથી ભયાવહ આગની ઘટના છે, જેને કારણે સમગ્ર શહેરમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. જોકે હજુ પણ ઠેર ઠેર મૃતદેહો મળી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ હજુ પણ યથાવત્ છે. આ દુર્ઘટના તાઈ પો સ્થિત વાંગ ફુક કોર્ટના રહેણાંક સંકુલમાં બની હતી. બુધવારે લાગેલી આ આગ એટલી ભયાવહ હતી કે તેણે વાંસના ટેકાવાળી 32 માળની ઊંચાઈ ધરાવતી આઠ ઇમારતોને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
આગ બુધવારે બપોરના સમયે લાગી હતી અને ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે મોટા પાયે જાનહાનિ થઈ છે. હોંગકોંગના ઇતિહાસમાં 1948 પછીની આ સૌથી ભીષણ ઘટના છે. અગાઉ 1948માં એક ગોડાઉનમાં લાગેલી આગમાં 176 લોકોના મૃત્યુ થયા હતા. અગ્નિશમન દળ અને રાહત કામગીરી કરનારી ટીમો દ્વારા કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું અને ફસાયેલા લોકોને બચાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
Related Articles
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળ...
Oct 04, 2026
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026