કેનેડામાં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી મળી- લાઈનમાં આવી જાવ નહીંતર...
May 05, 2026
જાણીતા કોમેડિયન કપિલ શર્મા એકવાર ફરી મુશ્કેલીમાં મુકાયા છે. કેનેડા સ્થિત તેમના 'કેપ્સ કેફે'ની બાજુમાં આવેલા એક રેસ્ટોરન્ટ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા દાવા મુજબ, આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે અને કપિલ શર્માને સીધી રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 'ટાયસન બિશ્નોઈ જોરા સિદ્ધુ' નામના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાયરિંગ સરેના 'ચાય સુટ્ટા બાર' પર કરવામાં આવ્યું હતું, જે કપિલ શર્માના કેફેની બિલકુલ બાજુમાં છે. ગેંગે આ પોસ્ટ દ્વારા કપિલ શર્મા અને કેફેના માલિકને ચેતવણી આપતા કહ્યું છે કે, "અમારો સમય બગાડશો નહીં અને લાઈનમાં આવી જાવ." વધુમાં ધમકી આપી છે કે જો શરતો નહીં મનાય તો કપિલ શર્માના કેફે અને મુંબઈ સ્થિત તેમના ઘરની હાલત પણ આવી જ કરવામાં આવશે. જોકે, તપાસ એજન્સીઓ દ્વારા આ પોસ્ટ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી.
કપિલ શર્માના કેફે પર વારંવાર થઈ રહ્યા છે હુમલા
10 જુલાઈ 2025: કેફેના ઉદ્ઘાટનના થોડા જ દિવસોમાં બારીઓ પર ગોળીબાર થયો.
7 ઓગસ્ટ 2025: એક જ મહિનામાં બીજી વાર અનેક રાઉન્ડ ફાયરિંગ થયું.
15-16 ઓક્ટોબર 2025: ત્રીજી વાર કેફેને નિશાન બનાવાયું, જેની જવાબદારી બિશ્નોઈ નેટવર્કે લીધી હતી.
Related Articles
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂ...
Aug 22, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026