Breaking News :
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા! દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન

તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સોનું ₹400 તો ચાંદી ₹1700થી વધુ ગબડી

October 21, 2026

ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં હલચલ મચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાના વાયદામાં મોટો કડાકો બોલાયો છે. સોનું ગગડીને ₹1,46,130 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે, જેમાં અગાઉના બંધ ભાવની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,46,519 હતો, જે આજે ઘટીને ઓપનિંગ ₹1,46,328 પર થયો હતો. દિવસ દરમિયાન સોનાએ ઊંચામાં ₹1,46,532 અને નીચામાં ₹1,46,086 ની સપાટી સ્પર્શી હતી. આ ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં જ્વેલરી ખરીદારો અને રોકાણકારોની નજર હવે આગામી વલણો પર છે. સોનામાં આજે કુલ 433 રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે હજુ ટ્રેડિંગ યથાવત્ છે.

બીજી બાજુ ચાંદીના બજારમાં પણ ભારે મંદી જોવા મળી છે. ચાંદીનો વાયદો ગગડીને ₹2,09,752 ના સ્તરે પહોંચી ગયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹2,11,485 હતો, જે આજે ઘટાડા સાથે ₹2,10,400 ના મથાળે ઓપન થયો હતો. કારોબાર દરમિયાન ચાંદીએ ઊંચામાં ₹2,10,879 અને નીચામાં ₹2,09,723 સુધીની સપાટી દર્શાવી હતી. ચાંદીમાં આજે પ્રતિ કિલોએ 1762 રૂપિયાનો કડાકો બોલાઈ ચૂક્યો છે. વૈશ્વિક બજારના દબાણ અને ટ્રેડિંગના આંકડાઓને કારણે કિંમતી ધાતુઓમાં આવેલા આ મોટા કડાકાથી બજાર પ્રભાવિત થયું છે.