ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી
October 15, 2026
આજે ભારતીય શેરબજારમાં અમેરિકામાં મોંઘવારી (ઇન્ફ્લેશન) ના આંકડા અપેક્ષા કરતા વધુ આવવા, ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો અને નબળા વૈશ્વિક સંકેતો છતાં શાનદાર તેજી જોવા મળી છે. બજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે એશિયન બજારોમાં કડાકાની સ્થિતિ છે છતાં ભારતીય શેરબજારમાં દમદાર તેજી જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ગઈકાલના 72,781.89 ના બંધ સામે આજે 72,965.80 ના મથાળે પોઝિટિવ ખૂલ્યો હતો. આજે કારોબાર દરમિયાન સેન્સેક્સે 73,712.56 ની ઉચ્ચી સપાટી સ્પર્શી હતી. આમ, સેન્સેક્સમાં આજે 931 પોઇન્ટનો કુલ ઉછાળો નોંધાયો છે અને હાલ તે 1.21% ના વધારા સાથે 73,660.51 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી-50 (Nifty 50) પણ ગઈકાલના 22,622.70 ના બંધ સામે આજે વધીને 22,671.30 ના સ્તરે ઓપન થયો હતો. શરૂઆતી કારોબારમાં જ નિફ્ટીએ 22,891.90 ની ઊંચી સપાટી બનાવી હતી. આ સાથે જ નિફ્ટીમાં આજે 269 પોઇન્ટનો કુલ ઉછાળો જોવા મળ્યો છે અને સમાચાર લખવા સુધીમાં નિફ્ટી 1.14% ના ઉછાળા સાથે 22,881.50 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે અસ્થિરતા હોવા છતાં સ્થાનિક બજારમાં ખરીદીનું જોર જળવાઈ રહ્યું છે.
Related Articles
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે...
Oct 13, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026