ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
June 18, 2025
ઉત્તરપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બદાયૂંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા નજીક રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી. કાર પલટી ગયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર એક માસૂમ બાળકી સહિત પાંચ લોકો જીવતા સળગી ગયા છે. જોકે આ ગમખ્વાર અકસ્માતમાં એક છોકરી બચી ગઈ છે. પોલીસે ઘાયલ છોકરીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી છે. બીજી તરફ મૃતદેહોને શબઘરમાં મોકલી દેવામાં આવ્યા છે. બદાયૂંના સહસવાન પોલીસ સ્ટેશન વિસ્તારના ચમનપુરા ગામના રહેવાસી તનવીર અહેમદનો પુત્ર 24 વર્ષીય તનવીઝ અહેમદ દિલ્હી સ્થિત એક ખાનગી કંપનીમાં એન્જિનિયર હતો, જે 15 જૂને એક પારિવારિક લગ્નમાં હાજરી આપવા માટે બદાયૂંના સહસવાનમાં આવ્યો હતો. બુધવારે વહેલી સવારે તનવીઝ પોતાની પત્ની 22 વર્ષીય નિદા ઉર્ફે નિગત, 16 વર્ષીય બહેન ગુલનાઝ, બનેવી 25 વર્ષીય ઝુબૈર અલી, ઝુબૈર અલીની પત્ની સલહેજ મોમિના અને ઝુબૈરના બે વર્ષનો માસૂમ પુત્ર ઝૈનુલને લઈને સ્વિફ્ટ કારમાં દિલ્હી જઈ રહ્યો હતો. કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા પહોંચી કે તરત જ તે એક રેલિંગ સાથે અથડાઈ અને રસ્તાની બાજુમાં ખાડામાં પલટી ગઈ અને કારમાં આગ લાગી ગઈ. આ આગમાં તનવીઝ, નિદા ઉર્ફે નિગત, ઝુબૈર અલી, મોમિના અને માસૂમ ઝૈનુલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. બીજી તરફ ગુલનાઝ ખરાબ રીતે દાઝી ગઈ. ગુલનાઝને ત્યાંથી પસાર થતા લોકોએ બચાવી લીધી અને કારનો કાચ તોડીને તેને બહાર કાઢી અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી. પોલીસે ઘાયલને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. મૃતદેહોને શબઘરમાં મોકલી દેવામાં આવ્યા અને તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી. ઘટના બાદ પરિવારના સભ્યોમાં હાહાકાર મચી ગયો છે. અકસ્માતના સમાચાર મળ્યા બાદ ગામના મૃતકોના સંબંધીઓ સહિત ઘણા લોકો બુલંદશહેર જવા રવાના થઈ ગયા છે. અધિક પોલીસ અધિક્ષક ગ્રામીણ ડૉ. તેજવીર સિંહનું કહેવું છે કે, આગમાં સળગીને મૃત્યુ પામેલા લોકો અને ઘાયલ એક જ પરિવારના છે, તેમના સંબંધીઓ બુલંદશહેર હોસ્પિટલ પહોંચી ગયા છે. કારમાં CNG લગાવેલું હતું, જેના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરિયાદ મળતાં જ રિપોર્ટ નોંધીને નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026